Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દસયાલિયચુર્ણિ (દશવૈકાલિકચૂર્ણિ) દસયાલિય ઉપરની ગદ્યમય ટીકા. તેનું પ્રમાણ ૭૫૭૬ શ્લોક છે.' ઉત્તરઝયણચણિમાં અને આવસ્યગચુર્ણિમાં તેનો ઉલ્લેખ છે. જુઓ જિણદાસગણિમહત્તર.
૧. દશચૂપૃ.૩૭૯. ૨. ઉત્તરાયૂ.પૃ.૨૭૪. ૩. આવયૂ.૨.પૃ.૧૧૭. દસા (દશ) આ અને દસાસુયકુબંધ એક છે.
૧. નન્દ.૪૪, સમ.૨૬, પાક્ષિપૃ.૪૪, તીર્થો. ૮૧૭, આવચૂ.૧.પૃ.૧૫૮. દસા-કપ્પ-વવહાર (દશા-કલ્પ-વ્યવહાર) દસા, કપ્પ(૨) અને વવહારના અધ્યયનોની કુલ સંખ્યા છવ્વીસ છે.'
૧. સમ.૨૬, પાક્ષિ.પૃ.૬૯, આવયૂ.૨,પૃ.૧૪૮. ૧. દસાર (દશાહ) બધા બલદેવ(૨) તેમજ બધા વાસુદેવ(૧)નું સમૂહવાચક નામ. તેમનો વંશ દૂસમસુસમા અરમાં શરૂ થાય છે. દરેક ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણીમાં તે વંશમાં નવ બલદેવ અને નવ વાસુદેવ થાય છે. વર્તમાન કાલચક્રના પ્રથમ દસાર તિવિટ્ટ(૧) છે. વાસુદેવ(૨) કહ(૧)ને દસારસીહ કહેવામાં આવે છે.
૧. સ્થા. ૮૯, ૧૪૩, સૂત્રનિ.૧૪૯, જબૂ.૩૪,૪૦, તીર્થો. પ૬૮, ૧૧૪૨. ૨. આવનિ.૪૨૫.
૩. આવનિ.૧૧૬૮. ૨. દસાર વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્ય નીચેના માનનીય રાજાઓ તરીકે વહિ (૧)ના દસ પુત્રો જે બારવઈના હતા. તે દસ નીચે પ્રમાણે છે – સમુદ્રવિજય(૧), આખોભ(૨), થિમિય(૨), સાગર(૭), હિમવંત(૪), અયલ(૪), ધરણ(૪), પૂરણ(૩), અભિચંદ(૩) અને વસુદેવ.' ૧. જ્ઞાતા. ૧૧૭, અન્ત.૧-૬, અન્તઅ.પૃ.૨, પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૩, ઉત્તરા.૨૨
૨૭, નિર.૫.૧, બૂમ પૃ.૫૭, દશનિ.પૂ.૩૬, દશમૂ.પૃ.૪૧,૩૨૦. દસારકુલનંદણ (દશાકુલનન્દન) આ અને વસુદેવ એક છે.'
૧. ઓઘનિ.પ૩૫. દસારમંડલ (દશાહમણ્ડલ) બંધદયાનું ચોથું અધ્યયન.
૧. સ્થા.૭૫૫. દસારસીહ (દશાહસિંહ) આ અને વાસુદેવ(૨) કહ(૧) એક છે.'
૧. આવનિ.૧૧૬૮, આવયૂ.૨.પૃ.૩૨, ઉત્તરાશા.પૃ. ૬૯. દસાસુયખંધ (દશાશ્રુતસ્કન્ધ) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. ઠાણમાં આયાદિતાનાં દસ અધ્યયનોનાં જે નામો આપ્યાં છે તેના આધારે સ્પષ્ટ છે કે આયાદસા અને દસાસુયફખંધ એક જ ગ્રન્થ છે. તિત્વોગાલીએ દસાસુયફખંધનો વિચ્છેદ(નાશ) વીરનિર્વાણ સંવત ૧૫૦૦(ઈ.સ.૯૭૩)માં થવાનું ભાખ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org