Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૯૯ છગ્ગા (છત્રગ્રા) ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર તે સંદણ(દ)નું જન્મસ્થાન હતું. આ સંદણ મહાવીરનો પૂર્વભવ હતો.'
૧. આવનિ.૪૫૦, આવયૂ.૧,પૃ.૨૩૫, કલ્પશા.પૃ.૪૦, સમઅ.પૃ.૧૦૬. છાપલાસ (છત્રપલાશ) કયંગલા નગર બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. મહાવીર અહીં આવ્યા હતા.'
૧. ભગ.૯૦, ઉત્તરાક.પૃ.૪૯૮. છત્તાર (છત્રકાર) એક આરિય (આર્ય) ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ."
૧. પ્રજ્ઞા.૩૭. છમ્માણિ (ષમાનિ) જે ગામમાં મહાવીર ગયા હતા અને જ્યાં તેમને અનેક પરીષહો સહવા પડ્યા હતા તે ગામ. અહીં એક ગોવાળે મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમના કાનમાં લાકડાના ખીલા માર્યા હતા.
૧. વિશેષા.૧૯૮૧, આવનિ.પર૬, આવયૂ.૧.પૃ.૩૨૧, કલ્પવિ.પૃ.૧૭૧. છલુઅ અથવા છલુગ (ષડુલૂક) સિરિગુપ્તના શિષ્ય રોહગુત્ત(૧)નું બીજું નામ.'
૧. વિશેષા. ૩૦૦૮, આવયૂ.૧.પૃ.૪૨૬. છવિય (છર્વિક) એક આરિય (આઈ) ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ જેના સભ્યો સૂકા ઘાસની સળીઓમાંથી ઉપયોગી ચીજો બનાવવાનું કામ કરતા.૨ ૧. પ્રજ્ઞા.૩૭.
૨. પ્રજ્ઞામ.પૃ.૫૮. છુત્તા (સુમા) એક દેવી.
૧. આવ. પૃ. ૧૯. છેદસુત (છેદભૃત) જુઓ છેયસુત્ત."
૧. જીતભા. ૧૮૨. છેદસુય (છેદદ્યુત) આ અને છેયસુત્ત એક છે.'
૧. વ્યવભા. ૫૬.૨. છેયસુત્ત (છેદસૂત્ર) આગમગ્રન્થોનો એક વર્ગ. તેનું નામ છેદ નામના પ્રાયશ્ચિત્તમાંથી નિષ્પન્ન થયું છે. છેદ પ્રાયશ્ચિત્ત એટલે શ્રમણપર્યાયમાં (સાધુજીવનની સમયગણનામાં) કાપ.' જો કે “છેયસુત્ત' શબ્દ આવસ્મયણિજુત્તિ જેટલો પ્રાચીન છે તેમ છતાં આવા પ્રાચીન ગ્રન્થોમાં આ છેયસુત્ત વર્ગના આગમગ્રન્થોની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી. આ સંદર્ભમાં ભાવપ્રભસૂરિએ પોતાની કૃતિ જૈનધર્મવરસ્તોત્રની સ્વોપજ્ઞ ટીકામાં (પૃ.૯૪) નીચેનાં નામો ગણાવ્યાં છે : (૧) નિશીથ - ણિસીહ, (૨) મહાનિશીથ – મહાણિસીહ, (૩) વ્યવહાર – વવહાર, (૪) દશાશ્રુતસ્કન્ધ - દસાસુયફબંધ, ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org