Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૧૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિઢિણગાય એક છે.
૧. ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. જલાભિસેકિઢિણગાય (જલાભિષેકકઠિનગાત્ર) વારંવાર સ્નાન કરવાથી જકડાઈ ગયાં ગાત્રોવાળા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. તેઓ સ્નાન કર્યા પછી જ ભોજન કરતા.૨
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. ૨. ભગઅ.પૃ.૫૧૯. જલ્લ એક અણારિય (અનાર્ય) દેશ અને તે દેશના વાસીઓ.તેનો અજઝલ તરીકે પણ ઉલ્લેખ છે. ૧. પ્રશ્ન-૪.
૨. પ્રજ્ઞા.૩૭. ૧. જવ (યવ) ઉજેણીનો રાજા. તે અણિલ(ર)નો પુત્ર હતો અને ગદ્દભ(૧) અને અડોલિયાનો પિતા હતો. તેનો મત્રી દીપપટ્ટ હતો. પોતાના પુત્રનો અડોલિયા સાથે કામવાસનાપૂર્ણ વ્યવહાર જાણી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તેણે સંસારનો ત્યાગ કર્યો. પછીથી જવે દીપપટ્ટની ગદુભના હાથે હત્યા કરાવી કારણ કે તે જ બધી દુષ્ટતાનું મૂળ હતો અને વળી તે જવના પ્રાણ હરવા ચાહતો હતો.
૧. બૃભા.૧૧૫પથી આગળ, વૃક્ષ.૩૫૯. ૨. જવ દુમુહ(૩)નું મૂળ નામ.૧
૧. ઉત્તરાને.પૃ.૧૩પ. જવણ (યવન) એક અણારિય(અનાય) દેશ અને તે દેશના વાસીઓ. તેની એકતા કાબુલ પાસે એલેક્ઝાંડ્રિયાની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.
૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. ટ્રાઈ.પૃ.૧૫૬. જવણદીવ અથવા જવણીવ (યવનદ્વીપ, ચક્કટ્ટિ ભરહ(૧)એ જીતેલો એક અણારિય (અનાર્ય) દેશ. તે અને જણ એક જણાય છે. પરંતુ તે જોણાથી જુદો છે.
૧. ખૂ.૫૨, આવચૂ.૧,પૃ.૧૯૧. ૨. જુઓ જબ્બશા પૃ.૨૨૦. જવણાણિયા (યવનાનિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. તેને યવન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લિપિ ગણી શકાય.
૧. પ્રજ્ઞા ૩૭, સમ.૧૮. જવણાલિયા (યવનાલિકા) આ અને જવખાણિયા એક છે.
૧. સમ.૧૮. જવુણ (યમુન) જુઓ જઉણ.'
૧. આવયૂ.૨,પૃ.૧૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org