Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૯૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પરિવ્રાજક સુઅ પોતાના એક હજાર શિષ્યો સાથે તેમના શિષ્ય બની ગયા. છેવટે થાવચ્ચાપુત્તને પુંડરીય(૬) પર્વત ઉપર કેવળજ્ઞાન થયું અને ત્યાં જ નિર્વાણ પામ્યા.
૧. શાતા. ૫૩-૫૫.
થાવચ્ચાસુય (સ્થાપત્યાસુત) આ અને થાવચ્ચાપુત્ત એક છે.
૧. વ્યવભા.૪.૨૧૯,
૧. થાવર (સ્થાવર) વિયાહપણત્તિના સાતમા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧
૧. ભગ.૨૬૦.
૨. થાવર રાયગિહનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો. ૧. આનિ.૪૪૪, આવચૂ.૧.પૃ.૨૩૦, કલ્પ.પૃ.૩૮.
૧. થિમિય (સ્તિમિત) અંતગડદસાના પહેલા વર્ગનું પાંચમું અધ્યયન.
૧. અન્ત.૧.
૨. થિમિય બારવઈના અંધગણ્ડિ અને તેની પત્ની ધારિણી(૫)નો પુત્ર. તે આઠ રાજકુમારીઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી અરિટ્ટણેમિ તિત્શયરનો શિષ્ય બન્યો અને બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.
૧
૧. અન્ન.૨, અત્તઅ.પૃ.૨.
થિરગુત્ત (સ્થિરગુપ્ત) વચ્છ(૪) ગોત્રના એક આચાર્ય.૧
૧. કલ્પ. થેરાવલી).૭.
૧
થીપરિણા (સ્ત્રીપરિક્ષા) સૂયગડનું ચોથુ અધ્યયન. આ અને ઇન્થિપરિણ્ણા એક છે. ર
૧. સમ.૨૩.
૨. સમ.૧૬.
થીલોયણ અથવા થીવિલોઅણ (સ્ત્રીવિલોચન) અગિયાર કરણમાંનું એક કરણ. તેનું બીજું નામ તેત્તિલ છે.
૧. ગણિ.૪૧, જમ્મૂ.૧૫૩,
૨. સૂત્રનિ.૧૧.
૧. ભ્રૂણા (સ્થૂણા) પશ્ચિમમાં આવેલો એક પ્રદેશ. તે આર્ય ક્ષેત્રની પશ્ચિમ સીમા બને
૧
છે. શ્રમણશ્રમણીઓને તેની પેલે પાર જવાનો નિષેધ છે. તેની એકતા થાણેશ્વર સાથે સ્થાપવામાં આવી છે.
૧. બૃભા. ૩૨૬૨. ૨. બૃક્ષે એજન ઉ૫૨. ૩. લાઇ.પૃ.૩૪૩, એજિઇ. પૃ.૩૨૮થી. ૨. ભ્રૂણા એક સંનિવેશ જ્યાં મહાવીર પોતાના એક પૂર્વભવમાં બ્રાહ્મણ પૂસમિત્ત(૩) તરીકે જન્મ્યા હતા.૧
૧. આવચૂ.૧.પૃ.૨૨૯, આવનિ.૪૪૨, વિશેષા.૧૮૦૮, કલ્પવિ.પૃ.૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.