Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨.દત્ત ભરહ(૨) ક્ષેત્રના સાતમા વાસુદેવ(૧). તે ઓગણીસમા તિર્થંકર મલિ(૧) પહેલાં અને અઢારમા તિર્થંકર અર પછી થયા. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી સે સવઈ (૨)ના પુત્ર હતા. સંદણ(૧) તેમના મોટા ભાઈ હતા. લલિયમિત્ત એ તેમના પૂર્વભવનું નામ હતું. તેમની ઊંચાઈ છોત્તેર ધનુષ હતી. તે છપ્પન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા અને પાંચમા નરકમાં પુનઃ જન્મ ધારણ કર્યો. તેમણે તેમના પડિસડુ પહેરાઅ૨)ને હણી નાખ્યો હતો.' ૧. સ.૧૫૮, આવભા.૪૦-૪૧, વિશેષા.૧૭૬૫, ૧૭૭૭, તીર્થો. પ૭૭, ૬૦૨
૬૧૫, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૪૧૩, ૪૨૧, ઉત્તરાક.પૃ.૩૪૯. તિલોગપણત્તિ (૪.૧૪૨૨) અનુસાર તેનું કુલ આયુ ૩૨૦૦૦ વર્ષનું હતું. સમ.૩૫ અનુસાર તેની
ઊંચાઈ પાંત્રીસ ધનુષ હતી. ૩. દત્ત આવતી ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા પાંચમા કુલગર. જુઓ કુલગર.
૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬, તીર્થો.૧૦૦૪. ૪. દત્ત ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ. ૧૫૧. ૫. દર તગરા નગરના શેઠ. તેમણે પત્ની ભદ્દા(૧) અને પુત્ર અરહણ(૨) સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય અરહમિર(૩)ના શિષ્ય બન્યા.'
૧. ઉત્તરા.પૃ.૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, ઉત્તરાક.પૃ.૩૪, પાક્ષિય,પૃ.૨૪. ૬. દત્ત સહ(૬)ના શિષ્ય અને સંગમથેરના પ્રશિષ્ય. સહે તેમને કોલ્લઇરમાં લાંબા સમયથી રહેતા સંગમથેરની ખબર કાઢવા અને તેમના કુશલસમાચાર જાણવા કોલ્લર મોકલ્યા. જ્યારે તેમણે પોતાના દાદા ગુરુને ઘણા લાંબા સમયથી એકને એક સ્થાને જ રહેતા જોયા ત્યારે તેમને તેમની નિષ્ઠા વિશે શંકા જાગી. (સાધુઓ લાંબો સમય એક જ સ્થાને રહે તે ઈષ્ટ નથી માનવામાં આવતું.) પછી તેમની તે શંકાને એક દેવે દૂર કરી.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૪૦૮, ઉત્તરાયૂ.પૃ.૬૭, પિંડનિભા.૪૦, પિંડનિમ.પૃ.૧૨૫-૨૬,
પિંડન. ૪૨૭, મર.૪૯૧. ૭. દર ત્રુવિણીના રાજા જિયg(૩)નો પુત્ર. તેને યજ્ઞો કરવાનો શોખ હતો. એક વાર તેણે આચાર્ય કાલક(પ)ને યજ્ઞકર્મનું ફળ સમજાવવા કહ્યું. કાલગે જણાવ્યું કે યજ્ઞકર્મનું ફળ નરક છે. કાલગે ભવિષ્ય ભાખ્યું હતું તે મુજબ જ તેના પોતાના માણસોએ જ દત્તની હત્યા કરી.'
૧. આવચૂ.૧.પૃ.૪૯૫, આવનિ.૮૭૨. ૮. દર મહાવીરના દસમા ગણધર મેયજ્જ(૧)ના પિતા.1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org