Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૫૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિવસ ખાધા કરતો. તે એટલો બધો સહનશીલ હતો કે કોઈ તેના ભોજનમાં થૂંકે તો પણ ક્રોધનું કોઈ ચિહ્ન તેનામાં દેખાતું નહિ અને થૂંકનાર પ્રત્યે લેશમાત્ર ક્રોધ કરતો નહિ. તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મોક્ષે ગયો.૧
૧. દશચૂ.પૃ.૪૧-૪૨, સ્થાઅ.પૃ.૨૫૫.
૨. ણાગદત્ત પઇટ્ટાણ નગરના ણાગવસુ શેઠનો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી જિનકલ્પનો (અર્થાત્ નગ્ન શ્રમણના આચારનો) સ્વીકાર કર્યો પરંતુ તેનું તે સફળતાપૂર્વક પાલન કરી શક્યો નહિ.૧
૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આવિન.૧૨૮૦.
૩. ણાગદત્ત ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૪. ણાગદત્ત મણિપુરનો શેઠ. તેણે શ્રમણ ઈદદત્ત(૨)ને ભિક્ષા આપી. મૃત્યુ પછી તેણે મહાપુરના રાજા બલ(૩)ના પુત્ર મહાબલ(૧૦) રાજકુમા૨ તરીકે જન્મ ધારણ કર્યો.
૧
૧. વિપા.૩૪.
૫. ણાગદત્ત શેઠનો પુત્ર. સંગીતમાં નિષ્ણાત હોવાના કારણે તે ગંધવ-ણાગદત્ત હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો.
૧. આવચૂ.૨.પૃ.૬૫, આનિ.૧૨૪૯-૧૨૬૭,
૧. ણાગદત્તા (નાગદત્તા) જક્ષહિરલની પુત્રી. તેને ચક્કવટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવવામાં આવી હતી.
૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૨. ણાગદત્તા સંસારત્યાગના પ્રસંગે સોળમા તિર્થંકર સંતિએ ઉપયોગમાં લીધેલી પાલખી.
૧. સમ,૧૫૭.
ણાગદીવ (નાગઢીપ) દેવોદ સમુદ્રને બધી બાજુએ ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપની ફરતે બધી બાજુએ ણાગોદ આવેલો છે. સમુદ્ર
૧
૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭.
ણાગપરિઆવણિઆ (નાગપરિજ્ઞાપનિકા) અંગબાહિર કાલિબ આગમગ્રન્થ' જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તેર વર્ષ કે તેથી વધુ દીક્ષાપર્યાય ધરાવનાર શ્રમણ તેને ભણવાનો અધિકારી છે.૨
૧. નન્દિ.૪૪, નન્દિય.પૃ.૨૦૭, નન્દિહ.પૃ.૭૩, નન્દિચૂ.પૃ.૬૦, પાક્ષિ પૃ.૪૫.
૨. વ્યવ.૧૦.૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org