Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 399
________________ ૩૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તંદુલઆલિઅ (તન્દુલવૈચારિક) અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. તે મહદંશે પદ્યરચના છે. તે દશવૈકાલિકચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને નિશીથચૂર્ણિમાં ઉદ્ધત છે. મલધારી હેમચન્ટે પોતાની અણુઓગદ્દાર ઉપરની ટીકામાં તેનો ઉલ્લેખ તસ્કુલવિચારણા નામે કર્યો છે. તે નીચે જણાવેલા મુખ્ય વિષયોનું નિરૂપણ કરે છે–યોનિનું સ્થાન, આકાર, ગર્ભધારણ યોગ્યતા, ગર્ભાધાન, ગર્ભસ્થિતિ, ગર્ભવિકાસ, ગર્ભજ પ્રાણીની દસ અવસ્થાઓ, જોડકાંનું વર્ણન, શરીરના આકારો(સંસ્થાન), હાડકાંના સાંધા અને રચના (સંહનન), દેવજન્મ, નારકીજન્મ, (વૈરાગ્ય પ્રેરવાના આશયથી કરવામાં આવતી) સ્ત્રીનિન્દા, વગેરે. આમ ગર્ભવિઘા (Embryology), શરીરવિદ્યા (Physiology) અને અસ્થિરચનાવિદ્યા (Anatomy) ના અધ્યયન માટે આ ગ્રન્થ ઉપયોગી છે. ૧૦૦ વર્ષના આયુષ્યવાળો પુરુષ કેટલા તંદુલ(ચોખા) ખાય છે તેનો સંગાપૂર્વક વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ ગ્રન્થનું નામ તંદુલઆલિય રાખવામાં આવ્યું છે. જુઓ પછણગ. ૧.ન૮િ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, પાક્ષિય. ! ૩. આવયૂ.૨પૃ.૨૨૪. પૃ.૬૩. ૪. નિશીયૂ.૪,પૃ.૨૩૫. ૨.દશચૂ..૫. ૫. અનુછે.પૃ.૫. તંદુલવેયાલિય (તન્દુલવૈચારિક) જુઓ તંદુલઆલિઅ. ૧. ત૬.૧, અનુસૂ.પૃ.૩, દશર્ચ.પૃ.૫. તંબાઅ અથવા તંબાય (તંબાક, તંબાલ અથવા તમ્રાક) એક ગામ જેની મુલાકાત મહાવીરે ગોસાલ સાથે લીધી હતી. આ ગામમાં સંદિરોણ(૩)ને ભાલો મારી મારી નાખવામાં આવેલા.' ૧. આવચૂ.૧,પૃ.૨૯૧,આવનિ.૪૮૫, કલ્પવિ.પૃ.૧૬૬, કલ્પધ.પૃ.૧૦૬, આવી. પૃ.૨૮૨. તક્કસણ (તર્કસેન) ગત ઉસ્સપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરમાંના એક.જુઓ કજ્જલેણ. ૧. સ્થા. ૭૬૭. તકુખસિલા (તક્ષશિલા) જ્યાં બાહુબલિ રાજ કરતા હતા તે બહલી દેશની રાજધાની. ઉસભ(૧)એ તેની મુલાકાત લીધી હતી. ત્યાં ઉસભે જે પગલાં પાડ્યાં હતાં તેમના ઉપર હીરાઓનું ધર્મચક્ર બાહુબલિએ સ્થાપ્યું હતું. તખસિલાની એકતા અટક અને રાવલપિંડીની વચ્ચે શાહ-ધેરી નજીક આવેલાં ખંડેરો સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧.પૂ.૧૮૦, વિશેષા.૧૭૧૪, આવનિ,૩૨૨, કલ્પશા.પૃ.૧૮૫, કલ્પ. પૂ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૫, આવહ.પૃ.૧૪૭, આવમ.પૃ.૨૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492