Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩૫ સાવકા ભાઈ હતા. નન્દ જનપદકલ્યાણી નન્દામાં ખૂબ આસક્ત હતો. તેનું ચિત્ત તેમાંથી વાળી લેવા માટે બુદ્ધ તેને વાંદરીના બળી ગયેલા શરીરના ભાગો દેખાડે છે, તે પછી અત્યંત સુંદર અપ્સરા દેખાડે છે. સુંદર અપ્સરાને પામવા માટે તે બુદ્ધની સૂચના મુજબ ગંભીરતાપૂર્વક શ્રમણજીવન જીવે છે અને પછી અહતુપદ પામે છે. જુઓ ડિપા. માં નન્દ
થેર(૧) અને સુન્દરનન્દ. આ કથા ઉપર અશ્વઘોષનું સુન્દરાનન્દ કાવ્યમ્ રચાયું છે. ૧૦. ણંદ તિર્થીયર અરિટણેમિનો મુખ્ય ઉપાસક.'
૧. આવરૃ.૧.પૃ.૧૫૯. ૧૧. બંદ રાયગિહનો હીરાઘસુ. તે મહાવીરનો અનુયાયી હતો. તે પ્રદેશના લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાના આશયથી તેણે તળાવ બંધાવ્યું હતું. તેને તે તળાવ માટે એટલી બધી આસક્તિ હતી કે તે મરીને તે તળાવમાં દેડકા તરીકે જન્મ્યો. જુઓ દદુર(૨).
૧. જ્ઞાતા. ૯૩-૯૫. ૧૨. ણંદ નદી પાર કરવા માટે શ્રમણ ધમ્મરુઈ(૩)ને પોતાની નાવમાં બેસવા દેનાર નાવિક. આ નાવિકે ધમ્મરુઈને ભાડુ ન આપવાના કારણે બહુ હેરાન કર્યા હતા. રોષે ભરાયેલા ધમ્મ શ્રમણે પોતાની અલૌકિક શક્તિથી નાવિકને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો.'
૧. આવયૂ.૧.પૃ.૫૧૬, વિશેષા.૩૫૭૫, આવહ.પૃ.૩૮૯. ૧૩. ણંદ તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર.'
૧. શાતા.૭૭. ૧૪. ણંદ તિર્થીયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ.૧૫૧,૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧૫. ણંદ આ અને આણંદ(૭) એક છે.
૧. તીર્થો.૪૪૮. ગંદકંત (નન્દકાન્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષોનું છે.'
૧. સમ.૧૫. દHડ (નન્દકૂટ) સંદકંત સમાન સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૧૫. સંદગ (નર્જક) ચંપા નગરનો રહેવાસી. મૃત્યુ પછી તે કોસંબીમાં જન્મ્યો અને ત્યાં સંસારનો ત્યાગ કર્યો.'
૧. મ૨.૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org