Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તે ણીલવંત(૧)ની દક્ષિણે, મંદર(૩)ની ઉત્તરપશ્ચિમે, ગંધિલાવઈ(૧)ની પૂર્વે અને ઉત્તરકુરુ(૧)ની પશ્ચિમે આવેલ છે.' તેને સાત શિખર છે • ગંધમાયણફૂડ, આણંદકૂડ, લોહિયક્ષ(૨), ઉત્તરકુ(૪), સિદ્ધ, ગંધિલાવઈ(૨) અને ફલિહકૂડ.
――――
૧. જમ્મૂ.૮૬, જીવા.૧૪૭, સ્થા.૩૦૨, ૪૩૪, આવચૂ.૧.પૃ.૧૬૫, જીવામ. પૃ. ૨૬૩, સૂત્રશી.પૃ.૧૪૭.
૨. જમ્મૂ.૮૬, સ્થા.૫૯૦.
ગંધમાયણકુંડ (ગન્ધમાદનકૂટ) ગંધમાયણ પર્વતના સાત શિખરમાંનું એક.
૧
૧. જમ્મૂ.૮૬, સ્થા.પ૯૦.
ગંધમાયણદેવ (ગન્ધમાદનદેવ) ગંધમાયણ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૮૬.
૧. ગંધત્વ (ગર્વ) વાણમંતર દેવોના આઠ વર્ગોમાંનો એક વર્ગ.૧ ગંધવોના બે ઇન્દ્રો છે— ગીયરઇ અને ગીયજસ.૨
૧. સ્થા.૮૦, ૬૫૪, આવ.પૃ.૧૯, આવચૂ.૧.પૃ.૧૬૧, સૂત્રચૂ પૃ.૬૭. ૨. સ્થા.૯૪, પ્રજ્ઞા. ૪૮.
૨. ગંધવ રાત અને દિવસના ત્રીસ મુહુત્તમાંનું એક.
૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય. ૪૭.
ગંધવલિવિ (ગન્ધર્વલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. તે ભૂયલિવિ નામથી પણ જાણીતી છે.
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭.
૨. સમ.૧૮.
ગંધત્વ-ણાગદત્ત (ગર્વ-નાગદત્ત) આ અને ણાગદત્ત(૫) એક છે.
૧. આવહ. પૃ. ૫૬૫.
ગંધસમિદ્ધ (ગન્ધસમૃદ્ધ) અવરવિદેહમાં આવેલા ગંધારનું પાટનગર. રાજા મહમ્બલ(૩) ત્યાં રાજ કરતો હતો અને સયંબુદ્ધ(૩) તેનો મંત્રી હતો.૧
૧. આવચૂ.૧.પૃ.૧૬૫, પિંડનિમ.પૃ.૧૪૧, આવમ.પૃ.૧૫૮.
ર
ગંધહત્યિ (ગન્ધહસ્તિન્) શાસ્ત્રોનું વિશાલજ્ઞાન ધરાવનાર આચાર્ય. તેમણે આયારંગ ઉપર એટલે કે તેના પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયન સત્યપરિણ્ણા ઉપર, કઠિન ટીકા રચી હતી.
૧. જીતભા. ૧૧૨, વ્યવભા.૩.૩૭૦ અને તેના ઉપર વ્યવમ. ૨. આચાશી.પૃ.૧, ૮૧.
ગંધહાર (ગન્ધહાર) એક અણારિય (અનાર્ય) દેશ. આ અને ગંધાર(૧) એક છે.
૧
૧. પ્રશ્ન. ૪, પ્રજ્ઞા.૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org