Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૬૯
તેમનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો. ગોસાલ મહાવીરથી છૂટો પડી ગયો અને જ્યારે તેણે અઢાર વધુ વર્ષો પસાર કર્યા (અર્થાત્ સંસારત્યાગના ૨૪ વર્ષ પૂરા કર્યા) ત્યારે તેણે પોતાને જિન અને તિર્થંકર જાહેર કર્યો.૪ ત્યાર પછી તેણે મહાવીર સાથે કલહ કર્યો અને મહાવીરને હણવા તેમના ઉપ૨ તેોલેશ્યા છોડી પરંતુ તે તેજોલેશ્યા મહાવીરને અસર કર્યા વિના પાછી ફરી ગોસાલ ઉપર જ વિરોધી હુમલો કરવા લાગી અને પરિણામે ગોસાલ સાત દિવસ પછી મૃત્યુ પામ્યો. આ પ્રસંગે મહાવીરે જાહેર કર્યું કે તે પોતે તો હજુ બીજા સોળ વર્ષો વધુ જીવવાના છે.પ ગોસાલે ઇચ્છાસ્વાતન્ત્યનો નિષેધ કરનારા નિયતિવાદનો ઉપદેશ આપ્યો. તેને બાર મુખ્ય ઉપાસક હતા.॰– (૧) તાલ, (૨) તાલપલંબ, (૩) ઉવવિહ, (૪) સંવિહ, (૫) અવવિહ, (૬) ઉદઅ(૧), (૭) ણામુદઞ, (૮) ણમુદઅ, (૯) અણુવાલઅ, (૧૦) સંખવાલઅ(૨), (૧૧) અયંપુલ(૨) અને (૧૨) કાયરઅ. મહાવીર અંગે ગોસાલને અદ્દઅ(૨) સાથે વિવાદ થયો અને તે વિવાદમાં અદ્દએ ગોસાલને હરાવ્યો. ગોસાલના સિદ્ધાન્તો અને માન્યતાઓ માટે જુઓ આજીવિય. વધુ વિગતો માટે જુઓ મહાવીર.
ર
૮
૯
૧.ભગ. ૫૪૦.
૨.ભગ. ૫૪૦.
૩. સમઅ.પૃ.૧૩૦, પ્રજ્ઞાહ.પૃ.૧૨૦, નન્દ્રિય.પૃ. ૨૩૯.
૪.ભગ. ૫૩૯-૫૪૬.
૫.ભગ. ૫૫૩, ૫૫૫-૫૫૬.
૬.ભગ. ૫૪૭-૫૬૦, વિશેષા.૧૯૨૭૪૭, ૩૦૬૨, ઉ૫ા.૩૬-૪૪, આનિ.૪૭૩-૪૯૪, આવચૂ.૧.
ઘ
ઘંટિય (ઘટિક) ડોંબ કોમ દ્વારા પૂજાતો જ દેવ. ૧. બૃભા. ૧૩૧૨. બૃસે. ૪૦૩-૪૦૪.
પૃ.૨૭૧, ૨૮૨-૮૪, ૨૮૭-૨૯૯, સ્થાઅ.પૃ.૪૫૭, ૫૦૯,૫૨૨,કલ્પવિ. પૃ. ૩૭થી, નન્દિહ.પૃ.૮૭.
૭. ભગ. ૩૩૦.
૮. સૂત્રનિ.૧૯૦, સૂત્રચૂ. પૃ. ૪૧૭. ૯. પૂરી માહિતી માટે A. L. Basham નું પુસ્તક History and Doctrines of Ajivikas જોવું જોઈએ.
૧. ઘણ (ઘન) આણયકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.
૧. સમ. ૧૯.
૨. ઘણ વાણારસીનો વેપારી.૧
૧. શાતા. ૧૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org