Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૯૫ ૧. નન્દ.૪૪, પાલિ.પૃ.૪૩, વ્યવભા.૭.૨૦૪. ચલણી (ચુલની) જુઓ ચલણી.
૧. સમ. ૧૫૮. ૧. ચુલ્લસયા (ચુલ્લશતક) ઉવાસગદાસાનું પાંચમું અધ્યયન.'
૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૨. ચુલસયાઆલભિયાનગરનો શેઠ તે મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક હતો. એક વાર એક દેવ તેની આગળ ઉપસ્થિત થયો અને પૌષધદ્રત કરી રહેલા ચુલસયઅને તેણે વ્રત છોડી દેવા કહ્યું. પરંતુ શેઠે તેમ કર્યું નહિ. એટલે દેવે તેની સમક્ષ તેના પુત્રોને મારી નાખ્યા. તો પણ શેઠવ્રત છોડવા તૈયાર ન થયા. તેથી દેવે શેઠને તેની બધી સમૃદ્ધિ છીનવી લેવાની ધમકી આપી. દેવના મૂર્ખાઇભર્યા પગલાથી ક્રોધે ભરાયેલા શેઠદેવને પકડવા એકદમ ખડા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતો નહિ. શેઠે વ્રતભંગના દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગલોકમાં દેવ થયા.'
૧. ઉપા. ૩૨-૩૪. ચુલ્લસુય (શુલ્લશ્રુત) આ અને ચુલ્લકપ્પસુઅ એક છે.'
૧. વ્યવભા. ૭. ૨૦૪. ચુલહિમવંત (ક્ષુલ્લહિમવતુ) જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે હેમવય ક્ષેત્રની દક્ષિણે, ભરહ(૨) ક્ષેત્રની ઉત્તરે, પૌરસ્ય લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે આવેલો છે. તે એકસો યોજન ઊંચો, પચીસ યોજન ઊંડો અને ૧૦૫ર૩યોજન પહોળો છે. તેને અગિયાર શિખરો છે – સિદ્ધાયયણફૂડ, ચલહિમવંતકૂડ, ઈલાદેવી(પ), ગંગાદેવીફૂડ, ભરહ(૫), સિરિકૂડ, રોહિયંસકૂડ, સિંધુદેવીપૂડ, સુરદેવીપૂડ(૨), હેમવયકૂડ(૧) અને વેસમણ(૭). ચુલહિમવંતગિરિકુમાર તેનો અધિષ્ઠાતા દેવ છે. તેની એકતા હિમાલયના દક્ષિણના ઢોળાવો સાથે સ્થાપવામાં આવી છે. ૧. જબૂ.૭૨, ૭૫, ૧૧૪, ૧૨૦, આવચૂ.૧,પૃ.૧૩૯, ઉપા.૧૪, જીવા.૧૪૧,
સ્થા.૧૯૭, ૫૨૨. ૨. જબૂ.૭૨,સમ.૨૪, ૧૦૦. ૩.જબૂ.૭૫. ૪. લાઇ.પૃ.૨૭૮. ચુલ્લહિમવંતકૂડ ક્ષુલ્લહિમવસ્કૂટ) (૧) ચુલ્લહિમવંત પર્વતના અગિયાર શિખરોમાંનું એક.' (૨) મંદર(૩) પર્વતના દક્ષિણી શિખરનું પણ આ જ નામ છે. ૧. જબૂ.૭૫, સમ.૧૦૯.
૨. સ્થા.પર૨. ચુલ્લહિમવંતગિરિકુમાર (ક્ષુલ્લહિમવગિરિકુમાર) ચુલહિમવંત પર્વતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org