Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ચારુદત્ત શ્રેષ્ઠીનો પુત્ર. તેણે ગણિકા પાછળ પોતાનું બધું ધન વેડફી નાખ્યું અને પોતાના મામા સાથે આજીવિકા માટે અહીંતહીં ભટકવા માંડ્યું. તે સુવર્ણભૂમિ પણ ગયો હતો.૧
૧. આચાચૂ.પૃ.૫૦, સૂત્રશી.પૃ.૧૯૬, સૂત્રચૂ.પૃ.૨૩૯-૪૦.
૨. ચારુદત્ત ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની વચ્છીના પિતા.૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
ચારુપવ્યય મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સલિલાવઈ પ્રદેશમાં આવેલો પર્વત.૧
૧. શાતા.૬૪.
૧
ચાય (ચારુક) જુઓ ચારુ. ૧. તીર્થો. ૪૪૫.
ચાવોણત (ચાપોન્નત) આરણ કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે.
૧
૧. સમ.૨૧.
૧. ચેત્ત વાણારસીના ચાણ્ડાલનો પુત્ર અને સંભૂય(૨)નો ભાઈ. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ થયો હતો. કેટલાંય પુનર્જન્મોમાં ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની સાથે તેના ભાઈ તરીકે તેણે જન્મો ધારણ કર્યા હતાં. સુખશીલ બંભદત્તને પ્રબુદ્ધ કરવા તેણે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા.૧
૧. ઉત્તરા.૧૩(અધ્યયન), ઉત્તરાયૂ.પૃ.૨૧૪, સૂત્રચૂ.પૃ.૧૦૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૪-૭૫, ઉત્તરાને.પૃ.૧૮૫-૮૭.
૨. ચિત્ત સેયવિયાના રાજા ૫એસિનો સારથિ. તેણે કેસિ(૧) દ્વારા રાજાને ધર્મમાં પ્રવેશ કરાવ્યો.
૧. રાજ, ૧૪૫થી આગળ, ભગ. ૬૪૭.
૩. ચિત્ત સુવર્ણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી પ્રત્યેકનો લોગપાલ.૧
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
૪. ચિત્ત વિજ્જુમઈ અને વિજ્જુમાલાના પિતા અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)ના
સસરા.૧
૧. ઉત્તરાનિ પૃ.૩૭૯.
૫. ચિત્ત મહુરા(૧)ના રાજા સિરિદામનો હજામસેવક.
૧. વિપા.૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org