Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ચિત્તપક્ષ (ચિત્રપક્ષ) સુવણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી દરેકનો એક એક લોગપાલ.
૧
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
ચિત્તપન્વય (ચિત્રપર્વત) જુઓ ચિત્તકૂડ(૪).૧
૧. ભગ, ૫૩૩.
ચિત્તપ્પિય (ચિત્રપ્રિય) મહુરાના રાજા જઉણસેણનો મન્ત્રી. તેણે વિશાળ તળાવ બંધાવ્યું હતું.'
૧. વિશેષાકો.પૃ.૨૯૪.
ચિત્તસંભૂઇજ્જ (ચિત્તસમ્ભુતીય) ઉત્તરજ્ઝયણનું તેરમું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૩૭૪, ઉત્તરાયૂ.પૃ.૨૧૩-૨૦.
ચિત્તસંભૂય (ચિત્તસભૂત) જુઓ ચિત્તસંભૂઇજ્જ.
૧. સમ. ૩૭.
ચિત્તસેણઅ (ચિત્રસેનક) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની ભદ્દા(૨૨)ના પિતા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૧. ચિત્તા (ચિત્રા) અઠ્ઠાવીસ નક્ષત્ત(૧)માંનું એક. તઢા તેનો અધિષ્ઠાતા દેવ છે અને દુખ્માયણ તેનું ગોત્રનામ છે.
૧. સૂર્ય.૩૬,૫૦, જમ્મૂ.૧૫૫-૬૧, ઉત્તરા.૨૨.૨૩, સમ.૧.
૨. ચિત્તા સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ની મુખ્ય પત્ની. સક્ક(૩)ના બીજા ત્રણ લોગપાલ જમ(૨), વરુણ(૧) અને વેસમણ(૧)માંના દરેકની એક મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે.
૧. ભગ. ૪૦૬, સ્થા.૨૭૩.
૧
૩. ચિત્તા રુયગ(૧) પર્વતની એક વિદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જમ્મૂ. ૧૧૪, તીર્થો. ૧૬૧, આવચૂ.૧.પૃ.૧૩૮.
૪. ચિત્તા વિજ્જુકુમારિમહત્તરિયા દેવી.' તે અને ચિત્તા(૩) એક છે.
૧. સ્થા. ૨૫૯.
૨. સ્થાઅ.પૃ.૧૯૯.
ચિત્તાર (ચિત્રકાર) એક આરિય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ.
૧. પ્રજ્ઞા. ૩૭.
ચિરા પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ની પ્રથમ શિષ્યા.૧ સમવાય અનુસાર તેનું નામ
સિવા(૩) છે.૨
૧. તીર્થો. ૪૫૯,
Jain Education International
૨. સમ,૧૫૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org