Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઘણદંત (ઘનદત્ત) એક અંતરદીવ.'
૧. સ્થા.૩૦૪, ૬૯૮, પ્રજ્ઞા. ૩૬. ૧. ઘણવિજ્યા (ઘનવિદ્યુતા) ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓમાંની એક.' ણાયાધમ્મકતામાં ઘણા(૨) અને વિજુગા(૧) એમ બે અલગ રાણીઓ ધરણની જણાવવામાં આવી છે.
૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮ ૨. જ્ઞાતા.૧૫૧. ૨. ઘણવિજ્યા વિજુકુમારીમહત્તરિયા દેવી."
૧. સ્થા. ૫૦૭. ઘણસિરી (ઘનશ્રી) ઘણ(૨) વેપારીની પત્ની.'
૧. શાતા. ૧૫૧. ૧. ઘણા (ઘના) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૧. ૨. ઘણા વાણારસીના ઘણ(૨) વેપારી અને તેની પત્ની ઘણસિરીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તેનો જન્મ ધરણ(૧)ની એક મુખ્ય પત્ની તરીકે થયો હતો. જુઓ ઘણવિજ્યા (૧).
૧. જ્ઞાતા. ૧૫૧. ઘતવરદીવ (વૃતવરદ્વીપ) જુઓ ઘયવરદીવ.
૧. સૂર્ય.૧૦૧. ઘતોદ (વૃતોદ) આ અને ઘતો દસમુદ એક છે.'
૧. જીવા.૧૮૨, અનુસૂ.પૃ.૩૫. ઘતો દસમુદ (વૃતોદસમુદ્ર) ઘયવરદીવને ફરતે આવેલો સમુદ્ર. તેના અધિષ્ઠાતા દેવો કંત(૧) અને સુકત છે."
૧. જીવા.૧૮૨, ૧૬૬, સૂર્ય.૧૦૧, અનુછે.પૃ.૯૦. ઘમ્મા(ધર્મા) રણપ્રભા(૨) નરકભૂમિનું બીજું નામ.'
૧. સ્થા. ૫૪૬, જીવા. ૬૭. ઘયદીવ (વૃતદ્વીપ) આ અને ઘયવરદીવ એક જ છે."
૧. જીવા. ૧૬૬. ઘયપૂસમિત્ત (વૃતપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)નો શિષ્ય. તે પોતાની અલૌકિક શક્તિથી ઈચ્છે ત્યારે ઘી પેદા કરી શકતો.'
૧. આવભા.૧૪૨, આવયૂ.૧,પૃ.૪૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org