Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૫
ગયકણ (ગજકર્ણ) એક અંતરદીવ તેમજ એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ.
૧. પ્રજ્ઞા. ૩૬, સૂત્રશી.પૃ.૧૨૩, જીવા.૧૧૨, સ્થા.૩૦૪, નન્દ્રિય પૃ.૧૦૩. ગયગ્ન અથવા ગયગ્ગપય (ગજાગ્ર અથવા ગજાગ્રપદ) દસણપુર પાસે આવેલો પર્વત. તે અને ઇંદપય એક છે.
૧. આવચૂ.૧.પૃ.૧૫૭.
ગયપુર (ગજપુર) હત્થિણાઉરનું બીજું નામ. તે કુરુ(૨) દેશનું પાટનગર હતું.૧ તિત્ફયર સંતિ, કુંથુ(૧) અને અર આ નગરમાં જન્મ્યા હતા. આ જ નગરમાં ઉસહ(૧)એ સેજ્જસ(૩) પાસેથી પોતાની સૌપ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. આ નગર કુરુદત્તસુય, સંખ(૬), કણેરુદત્ત વગેરેનું જન્મસ્થાન હતું.” તેની એકતા દિલ્હીની ઉત્તરપૂર્વમાં મેરઠ જિલ્લામાં આવેલા એક સ્થળ સાથે સ્થાપવામાં આવી છે.૫ જુઓ હત્થિણાઉર.
*
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૯, પ્રજ્ઞા.૩૭, કલ્પધ.પૃ.૧૫૩. સૂત્રશી. પૃ.૧૨૩.
૨. તીર્થો. ૫૦૫-૭, ઉત્તરાક.પૃ.૩૩૨. ૩.આવનિ.૩૨૨, કલ્પશા.પૃ.૧૮૩, ગયમુહ (ગજમુખ) એક અણારિય(અનાર્ય) જાતિ અને તેમનો દેશ.૧
૧. સૂત્રશી.પૃ.૧૨૩.
આવમ.પૃ.૨૨૭, કલ્પવિ.પૃ.૨૩૮, આવચૂ.૧.પૃ.૩૨૩.
૪. આવચૂ.૧.પૃ.૫૨૭, ઉત્તરાચૂ.પૃ.૨૦૧, મર.૪૯૧, ઉત્તરાશા.પૃ.૧૦૯, ૩૭૭. ૫. એજિઈ. પૃ. ૫૦,
૧. ગયસુકુમાલ (ગજસુકુમાર) સોરિયપુરના વસુદેવ અને તેમની પત્ની દેવઈનો પુત્ર. વાસુદેવ(૨) ક (૧) તેના મોટાભાઈ હતા. તેના વિવાહ સોમિલ(૧)ની પુત્રી સોમા(૧) સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે સંસાર ત્યાગી તિત્ફયર અરિટ્ટણેમિના શિષ્ય બની ગયા. જે દિવસે સંસાર ત્યાગ્યો તે દિવસથી જ તે સ્મશાનભૂમિમાં ધ્યાનની સાધના કરવા લાગ્યા. તે રસ્તેથી પસાર થતા સોમિલે તેમને ધ્યાનવસ્થામાં જોયા. સોમિલને તેમના ઉપર ઉગ્ર ક્રોધ થયો. તેથી વૈરવૃત્તિથી પ્રેરાઈ સોમિલે ધ્યાનસ્થ ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળી બાંધી તેમાં બળબળતા અંગારા ભર્યા. ગજસુકુમાલે વેદના શાન્ત ચિત્તે સહન કરી અને તે જ રાતે મોક્ષ પામ્યા. બીજી બાજુ બીજે દિવસે કહના ભયના કારણે સોમિલ ભાંગી પડ્યો અને મરણ પામ્યો.
૧. અન્ન.૬, આવચૂ.૧.પૃ.૩૫૫,૩૫૮,૩૬૨,૩૬૪-૬૫, ૫૩૬, વ્યવભા.૪.૧૦૫, બૃભા. ૬૧૯૬, મર. ૪૩૧-૩૨, આચાશી.પૃ.૨૫૫, સ્થાઅ.પૃ.૨૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org