Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગામાગ અથવા ગામા (પ્રામાક) એક સન્નિવેશ જેની મુલાકાત મહાવીરે લીધી હતી. ત્યાં એક જમુખ વડે મહાવીરની પૂજા કરવામાં આવી હતી.' ૧. આવનિ.૪૮૭, આવચૂ.૧,પૃ.૨૯૨, વિશેષા.૧૯૪૧, કલ્પ.પૂ.૧૦૭, કલ્પવિ. પૃ.
૧૬૬. ગાય એક અણારિય (અનાય) દેશ." આ અને કાય(૨) એક જણાય છે. ૧. પ્રશ્ન. ૪.
૨. સૂત્રશી.પૃ.૧૨૩. ગાહાવઈ (ગ્રાહવતી) સીલવંત પર્વતમાંથી નીકળતી નાની નદી. તે સુકચ્છ(૧) અને મહાકચ્છ(૨) પ્રદેશોને એકબીજાથી અલગ કરે છે અને પોતાને મળનારી અઠ્યાવીસ હજાર નદીઓ સાથે સીતા નદીમાં ભળી જાય છે. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.'
૧. જબૂ.૯૫, સ્થા.૧૯૭, ૫૨૨. ગાહાઈકુંડ (ગ્રાહવતીકુચ્છ) સીલવંત પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું સરોવર. ગાહાવઈ નદીનો ધસમસતો પ્રવાહ તેમાં પડે છે.'
૧. જબૂ.૯૫. ગાહાવઈદીવ (ગ્રાહવતીદ્વીપ) ગાહાઈકુંડની મધ્યમાં આવેલો દ્વીપ.'
૧. જબૂ. ૯૫. ગાહાસોલસા (ગાથાષોડશક) જેની અંદર (અર્થાત્ જેના પ્રથમ શ્રુતસ્કન્ધમાં) સોળમું અધ્યયન ગાથા છે તે, એટલે કે સૂયગડ.
૧. સમ.૧૬, સૂત્રનિ. ૧૪૧, ઉત્તરા.૩૧.૧૩, પાલિ.પૃ.૬૭, પ્રશ્રઅ.પૃ.૧૪૪. ગિરફુલ્લિગ (ગિરિપુષ્મિતા) આ અને ગિરિફુલ્લિગામ એક છે.'
૧. નિશીયૂ.૩.પૃ.૪૧૯. ગિરિ એક આચાર્ય. આ અને આચાર્ય મહાગિરિ એક જણાય છે.
૧. આવ.પૃ.૨૭. ગિરિકુમાર ચુલ્લહિમવંત પર્વતના એક શિખરના અધિષ્ઠાતા દેવ." આ અને ચુલ્લહિમવંતગિરિકુમાર એક છે.
૧. જબૂ.૭૫. ગિરિજણ (ગિરિયજ્ઞ) કોંકણમાં ઉજવાતો ઉત્સવ.'
૧. બૃભા. ૨૮૫૫. ગિરિણગર (ગિરિનગર) સુરક્ર દેશમાં આવેલા ઉજ્જત પર્વત પાસેનું નગર. કોડીસર નામનો વેપારી આ નગરનો હતો. કેટલાક ચોરોએ આ નગરની ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org