Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત
વિશેષનામોનો કોશ
૧. કાલા પિસાય દેવોના ઇન્દ્ર કાલ(૪)ની રાજધાની.
૧. ભગ. ૪૦૬.
૨. કાલા મહુરા(૧)ની ગણિકા. તેને રાજા જિયસત્તુ(૧૯)એ પોતાની રખાત તરીકે પોતાના મહેલમાં રાખી હતી. તેને પોતાના પેટે જન્મેલો પુત્ર કાલવેસિય નામનો હતો.૧
૧. ઉત્તરાયૂ.પૃ.૭૭.
કાલાયવેસિય (કાલાદવૈશિક) જુઓ કાલવેસિય.
૧. વ્યવભા.૧૦.૫૯૫.
કાલાય (કાલાક) તિત્યયર મહાવીર ગોસાલ સાથે જ્યાં ગયા હતા તે સ્થળ.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૮૪, આવનિ.૪૭૭, ૬૫.પૃ.૧૦૫, વિશેષા.૧૯૩૧, આવહ.પૃ.૨૦૧.
૧
કાલાસવેસિકપુત્ત (કાલાસ્યવૈશિકપુત્ર) જુઓ કાલાયવેસિય.
૧. આચાચૂ.પૃ.૧૧૨.
કાલિન (કાલિક) જુઓ કાલિય.
૧. નન્દ્રિ.૪૪.
કાલાસવેસિયપુત્ત (કાલાસ્યવૈશિકપુત્ર) તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ. તેણે મહાવીરના શિષ્યોને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી મહાવીરની પરંપરા સ્વીકારી.
૧
૧. ભગ.૭૬,૩૦૮,ભગઅ.પૃ.૧૦૧.
૧૯૭
કાલિંજર (કાલિન્જ૨) જ્યાં પોતાના પૂર્વભવમાં ચિત્ત(૧) અને સંભૂઇ(૨) હરણરૂપે જન્મ્યા હતા તે પર્વત. તેની એકતા બુંદેલખંડના બન્દ (Band) જિલ્લામાં બદૌસા વિભાગમાં આવેલા એક પહાડી ગઢ (કિલ્લા) સાથે સ્થાપવામાં આવી છે.
૧. ઉત્ત૨ા.૧૩.૬., ઉત્તરાક.પૃ.૨૫૧, આવચૂ.૧.પૃ.૪૬૧. ૨. જિઓડિ.પૃ.૮૪.
છે.
Jain Education International
3
કાલિકેય જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતની બંને પર્વતમાળાઓ ઉપર ણમિ(૩) અને વિણમિએ સ્થાપેલાં સોળ જનપદો(વસતિકાયો કે દેશો)માંનો એક. તે ફાલિકેય નામના વિદ્યાધર લોકોના વસવાટવાળો હતો. તેઓ જે વિદ્યામાં નિષ્ણાત હતા તે વિદ્યાનો અધિષ્ઠાતા દેવ પણ કાલિકેય નામનો હતો. તે સોળ જનપદોનાં નામ
આ પ્રમાણે છે – ગોરિગ, મણુપુળ્વગ, ગંધાર(૩), માણવ, કેસિકપુલ્વિક, ભૂમિતુંડક, મૂલવીરિય, સંતુક, પટૂંક, કાલિકેય, સમક, માતંગ(૨), પવ્વતેય, વંસાલય, પંસુમૂલિય(૧) અને રુક્ષમૂલિય(૨). કાલિક લોકોના ઉલ્લેખો પુરાણોમાં પણ મળે
For Private & Personal Use Only
www.jainelibrary.org