Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૧૯ સયંજલ(૨), સયાઉ(૨), અજિયસણ(૫), અહંતસણ(૩), કજસણ, ભીમસેણ(૨), મહાભીમસેણ, દઢરહ(૪), દસરહ(૨) અને સરહ(૧).
સ્થાનાંગમાં કેટલાંક નામોમાં અને તેમના ક્રમમાં ફેર છે કારણ કે તેમાં સજ્જલ(૧), અસંતસેણ(૩), અમિતભેણ અને તક્કસેણનો ઉલ્લેખ પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમા કુલગર તરીકે થયો છે. બાકીનાં નામોમાં અને તેમના ક્રમમાં કોઈ ફેરફાર નથી. અતીત ઉસ્સપ્રિણીમાં ભરહ(૨)માં નીચેના સાત કુલગરો થયા હતા - મિત્તદામ, સુદામ(૧), સુપાસ(૬), સયંપભ(૨), વિમલઘોસ, સુઘોસ(૧) અને મહાઘોસ(૬).
ભરહ(૨) ક્ષેત્રના સાત ભાવી કુલગરોનાં નામ નીચે પ્રમાણે છે-મિત્તવાહણ અથવા મિયવાહણ(૨), સુભોમ(૨) અથવા સુભૂમ(૩), સુપ્પભ(૨), સયંપભ(૧), દત્ત(૩), સુહુમ અથવા સુહ અને સુરૂવ(૩) અથવા સુબંધુ (૨). આ બાબતમાં તિત્વોગાલીનો મત જુદો છે. તે ભરહ(૨)ના સાત ભાવી કુલગરોનાં નામો નીચે પ્રમાણે આપે છે. વિમલવાહણ(૯), સુદામ(૨), સંગમ(૩), સુપાસ(૫), દત્ત(૩), સુણહ અને સુમઇ(પ).૪
ભરત(૨) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનારા દસ કુલગરોની જે યાદી સ્થાનાંગમાં છે તે સાવ જુદી છે. ત્યાં જે નામો આપ્યાં છે તે નીચે પ્રમાણે છે – સીમંકર(૨), સીમંધર(૨), ખેમકર(૩), ખેમંધર(૨), વિમલવાહણ(૭), સંમુઈ(૩), પદિસુત, દઢપણુ(૧), દસધણુ(૧) અને સયધણ(૧).૫ એરવ (૧) ક્ષેત્રના દસ ભાવી કુલકરોનાં સમવાયાંગમાં જે નામો છે તેમની સાથે આ નામો બરાબર મળે છે. પરંતુ તેમના ક્રમમાં ફેરફાર છે. ત્યાં નામો નીચે મુજબના ક્રમમાં છે – વિમલવાહણ(૮), સીમંકર (૧), સીમંધર(૧), ખેમકર(૧), ખેમંધર(૩), દઢપણુ(૨), દસધણ(૧), સયધણ(૨), પડિસુઇ(૧) અને સુમધ(૨).
તિત્વોગાલી એરવય(૧) ક્ષેત્રના સાત ભાવી કુલગરની પરંપરાને નોધે છે. તેમનાં નામો નીચે પ્રમાણે છે – વિમલવાહણ(૮), વિકલવાહણ(૨), દઢપણુ(૨), દસધણ(૧), સયધણ(૨), પડિસુઈ(૧) અને સુમાં(૨). આ પરંપરાનાં નામોનો ક્રમ સમવાયાંગગત નામક્રમ સાથે અંશતઃ મળે છે. ૧૭.
ઉપરનું સર્વેક્ષણ એ વસ્તુ ખુલ્લી કરે છે કે ભિન્ન ભિન્ન પરંપરાઓના કારણે તેમજ આગમોની ભિન્ન ભિન્ન વાચનાઓના કારણે ગૂંચવાડો ઊભો થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org