Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨ ૨૭ કર્યો. શું યોગ્ય છે અને શું સંઘના પ્રાચીન ભાગને કારણે છે તે બધું જાણતા ગોયમ પોતાના શિષ્યો સાથે હિંદુગ ઉદ્યાને ગયા. પૂરા આદરથી કેસિએ તેમનું સ્વાગત કર્યું. કેસિએ પૂછેલા બધા પ્રશ્નોના ઉત્તરો ગોયમે સંપૂર્ણપણે અને ખૂબ નમ્રતાપૂર્વક આપ્યા. કેસિ અને ગોયમના આ મિલનમાં ખૂબ જ અગત્યના વિષયો અંગેના પ્રશ્નોનું સમાધાન થયું. ચર્ચાના વિષયો અને ચર્ચાના પ્રકાર અંગે જુઓ ઈદભૂઈ.
કેસિને બીજી ચર્ચા સેવિયાના રાજા પએસિ સાથે થયેલી. શરીરથી જુદા આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વમાં પએસિને શ્રદ્ધા ન હતી. તે શરીર અને આત્માને એક માનતો હતો. કેસિએ તેને અનુભવમૂલક દલીલોના આધારે ખાતરી કરાવી દીધી કે આત્મા શરીરથી ભિન્ન સ્વતન્ત્ર તત્ત્વ છે.' ૧.ઉત્તરા. ૨૩.૧-૮.
૪. એજન.૨૩.૧૫-૧૭, ૨. એજન.૨૩.૧૦-૧૩.
૫. એજન.૨૩.૮૮. ૩. એજન.૨૩.૧૪.
૬. રાજ.૧૫૭થી આગળ. ૨. કેસિ વીતીભયના રાજા ઉદાયણ(૧)નો ભાગિનેય (બેનનો દીકરો). ઉદાયણ પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિને આપીને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા. એકવાર શ્રમણ ઉદાયણ વીતીભય આવ્યા. કેસિએ માની લીધું કે ઉદાયણ તેની પાસેથી રાજ પાછું લેવા આવ્યા છે, તેથી તેણે ઉદાયણને ઝેર આપી મારી નાખ્યા." જુઓ કુંભારપકુખેવ.
૧. ભગ.૪૯૧,આવયૂ.૨,પૃ.૩૬, સ્થાઅ પૃ.૪૩૧. ૩. કેસિ શ્રમણીનો પુત્ર જેનો ગર્ભ શ્રમણીએ સંભોગ વિના ધારણ કર્યો હતો.'
૧. બૃભા.૪૧૩૭, સ્થાઅ.પૃ.૩૧૩. ૪. કેસિકંસ(૨)નો ઘોડો. વાસુદેવ(૨) કહ(૧) દ્વારા તે ઘોડો હણાયો હતો.'
૧. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ૭૫. ૫. કેસિ (શિ) આ અને કેસવ(૩) એક છે.'
૧. આવનિ.૪૨૨, આવનિ(દીપિકા)પૃ.૮૪. કેસિપુત્રિક (કશિ કપૂર્વિક) કાલિકેય સમાન દેશ."
૧. આવચૂ.૧,પૃ.૧૬૨. કેસિગોયમિક્સ (કેશિગૌતમીય) ઉત્તરઝયણનું તેવીસમું અધ્યયન. તેના વિષયવસ્તુ માટે જુઓ કેસિ(૧).
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૪૯૮,ઉત્તરાચે.પૃ.૨૬૩-૬૬, ઉત્તરાશા.પૃ.૪૯૭-૯૮. કોઅગડ (કૂપકટ) તેવીસમા તિર્થંકર પાસ(૧)એ જયાં પારણું કર્યું હતું તે સ્થળ."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org