Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કોલવ (કૌલવ) અગિયા૨ ક૨ણમાંનું ત્રીજું કરણ.૧
૧. જમ્મૂ.૧૫૩, જમ્બુશા.પૃ.૪૯૪, સૂત્રનિ.૧૧.
૧. કોલવાલ (કોલપાલ) ભૂયણંદ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુજાતા(૩), સુણંદા(૪), સુભદ્દા(૧૪) અને સુમણા(૪).
૧. ભગ.૧૬૯, ૪૦૬, સ્થા.૨૫૬,૨૭૩.
૨. કોલવાલ ધરણ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્ની છે. તેમનાં નામો કોલવાલ(૧)ની ચાર મુખ્ય પત્નીઓનાં નામો જેવાં જ છે.
૧
૧. સ્થા.૨૫૬, ૨૭૩, ભગ.૪૦૬.
કોલાલિય (કૌલાલિક) માટીનાં વાસણો બનાવવામાં કે વેચવામાં રોકાયેલા માણસોનો એક ધંધાદારી આરિય (આર્ય) વર્ગ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
કોલિગિણી (કોલિકિની) જ્યારે ધાડપાડુઓ તેનું ઘર ફોડી અંદર ઘુસ્યા ત્યારે જે છોકરી સ્વગત બડબડતી હતી તે. તે બોલતી હતી, “મને મારા મામાના દીકરા સાથે પરણાવવામાં આવશે. પછી અમને એક ચંડ નામનો દીકરો થશે. પછી હું તેને આમ મોટેથી બોલાવીશ – ‘ચંડ અહીં આવ, ચંડ અહીં આવ’.” આ બોલાવવાની બૂમ સાંભળી ધાડપાડુઓ ઝટપટ ભાગી ગયા.૧
-
૧. આવચૂ.૧.પૃ.૫૨૫.
કોલ્લઇર (કોલ્લકિ૨) પોતાના જીવનના ઉત્તરભાગમાં સંગમશેર જે નગરમાં રહ્યા હતા તે નગર.' આ અને કુલ્લઇર એક છે. તેની એકતા સિકંદરાબાદ પાસે આવેલા વર્તમાન કુલપાક (Kulpak) સાથે સૂચવવામાં આવી છે. ૧.નિશીયૂ.૩.પૃ.૪૦૮,પિંડનિ.૪૨૭,
આવચૂ.૨.પૃ.૩૫,ઉત્તરાનિ.પૃ.૧૦૮.
કોલ્લયગામ (કોલ્લકગ્રામ) આ અને કોલ્લાઅ એક છે.
૧. આનિ.૩૨૫.
૨૩૩
ઉત્તરાચૂ.પૃ.૬૭. ..લાઈ.પૃ.૨૯૮.
કોલ્લયર (કોલ્લકર) આ અને કોલ્લઇર એક છે.
૧. ઉત્તરાનિ.પૃ.૧૦૮, ઉત્તરાયૂ.પૃ.૬૭,
કોલ્લા આ અને કોલ્લાઅ એક છે.
૧. વિશેષા.૧૯૧૨.
Jain Education International
૧. કોલ્લાઅ (કોલ્લાક) વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલો સન્નિવેશ. ઉપાસક આણંદ(૧૧) પોસહસાલામાં તપ ક૨વા માટે વાણિયગામથી ત્યાં ગયો હતો.૨
For Private & Personal Use Only
www.jainelibrary.org