Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૬
કથા છે.
૧. અન્ન.૪.
ગઇપ્પવાય (ગતિપ્રપાત) વિયાહપણત્તિનો તે ઉદ્દેશક જેમાં જીવોની પાંચ પ્રકારની ગતિનું નિરૂપણ છે.
૧. ભગ.૩૩૭-૩૩૮.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
રે
૩
ગંગ (ગજ્ઞ) ધણગુત્તનો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય. તેને પાંચમા ણિષ્ણવ (સત્યને છુપાવી ખોટો સિદ્ધાન્ત રજૂ કરનાર) ગણવામાં આવે છે. તે વીર નિર્વાણ સંવત ૨૨૮માં હયાત હતા. બપોરે ઉલ્લુગા નદીને પાર કરતી વખતે ઉલ્લુગતીરમાં ગંગે દોકિરિયનો ખોટો સિદ્ધાન્ત (જેમ પગમાં શીતતાનો અનુભવ અને મસ્તકમાં ઉષ્ણતાનો અનુભવ યુગપત્ થાય છે તેમ બે ઉપયોગો યા બોધક્રિયાઓ પણ યુગપત્ થાય છે એવો સિદ્ધાન્ત) પ્રવર્તાવ્યો. તે ગંગેય(૪) તરીકે પણ જાણીતા છે.
*
૧. ઉત્તરાનિ, અને ઉત્તરાશા.પૃ.૧૬૫,
૩. નિશીભા, ૫૬૧૫.
આ..૧.પૃ.૪૨૪.
૨.સ્થા.૫૮૭ અને તેના ઉપર સ્થાય., વિશેષા.૨૮૦૩, ૨૯૨૫-૨૬,
આવભા.૧૩૪.
૪. આનિ.૭૮૧, ઉત્તરાશા.પૃ.૧૬૫-૬૬. ૫. આવચૂ.૧.પૃ.૪૨૪.
૧. ગંગદત્ત છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)ના અને છઠ્ઠા વાસુદેવ(૧), પુરિસપુંડરીઅના પૂર્વભવોના ધર્મગુરુ.૧
૧. તીર્થો.૬૦૬, સમ.૧૫૮, સ્થા.૬૭૨.
૨. ગંગદત્ત અતિ આસક્તિના કારણે સન્માર્ગથી ફંટાયા હતા તે મુનિ.આ ગંગદત્ત(૪) એક જણાય છે.
૨
૧. ભક્ત.૧૩૭.
Jain Education International
૨. આવયૂ.૧.પૃ.૪૭૪-૪૭૫.
૩. ગંગદત્ત રાયગિહનો વેપારી. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયો.૧
૧. અત્ત.૧૨.
મુનિ અને
૪. ગંગદત્ત નવમા વાસુદેવ(૧) કણ્ડ(૧)નો પૂર્વભવ. તે હત્થિણાપુરના વેપારીનો પુત્ર હતો. તેની માતાને તે બિલકુલ ગમતો ન હતો. તે માતૃપ્રેમથી સાવ વંચિત હતો. તેથી તે સંસાર છોડી સાધુ બની ગયો. તેના ગુરુ દુમસેણ(૩) હતા. તેની માતાના કારણે તેને હત્થિણાપુરમાં તીવ્ર ઇચ્છા (નિદાન) જન્મી હતી. તેને પરિણામે તે મરીને દેવ થયો. પછી તેણે કહ તરીકે જન્મ લીધો.' આ ગંગદત્ત અને ગંગદત્ત(૨) એક જણાય
છે.ર
For Private & Personal Use Only
www.jainelibrary.org