Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨૨
૧
કુસુમપુર પાડલિપુત્તનું બીજું નામ. અહીં વઇર આવ્યા હતા.
૨
૧. નિશીભા.૯૫૯, ૪૪૬૩, પિંડનિભા.પૃ.૧૪૨, પિંડનિમ.પૃ.૧૪૩, બૃભા.૪૧૨૩
૪૧૨૬, જીતભા.૧૪૦૭, તીર્થો.૬૨૪. ૨. આવનિ.૭૬૯. વિશેષા. ૨૭૮૦.
૧
કુસુમસંભવ વૈશાખ મહિનાનું બીજું નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કુ ંડ (કુષ્માણ્ડ) વાણમંતર દેવોનો એક પ્રકાર. તે પ્રકારના દેવોના બે ઇન્દ્રો છે – સેય(૨) અને મહાસેય.૧ કુ ંડ પ્રકા૨ કુભંડ નામે પણ જાણીતો છે.૨
૧. પ્રજ્ઞા.૪૭, ૪૯.
૨. સ્થા.૯૪,
કુહણ (કુહન) એક અણારિય (અનાર્ય) દેશ.
૧. પ્રશ્ન.૪, પ્રશ્નઅ.પૃ.૧૫.
કૂંડસામલિ (ફૂટશાલ્મલિ) મહાવિદેહના ઉપક્ષેત્ર દેવકુરુમાં આવેલું વૃક્ષ. તેની ઊંચાઇ આઠ યોજન છે. તે ગરુલ વેણુદેવનું વાસસ્થાન છે.
૧. જમ્મૂ.૧૦૦,સ્થા.૬૩૫.
૨. સમ.૮.
૩. સમ.૮,સમઅ.તેના ઉપર. કૂંડસામલિપેઢ (ફૂટશાલિપીઠ) ફૂડસામલિ વૃક્ષની પીઠ જે દેવકુરુના પશ્ચિમાર્ધના કેન્દ્રમાં આવેલી છે.
૧. જમ્મૂ.૧૦૦.
૩
૪
કૂણિઅ અથવા કૂણિક અથવા કૃણિય (કૂણિક) રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ચેલ્લણાનો પુત્ર.૧ જન્મ્યા પછી તરત જ તેને અસોગવણિયા નામની વાડીમાં ત્યજી દેવામાં આવ્યો હતો. તેથી તે અસોગચંદ નામે ઓળખાતો. તેની આંગળીએ કુણિયા નામના રોગનો દૂઝતો ઘા થયો હતો, પરિણામે તેના તે હાથનો વિકાસ કુંઠિત થઈ ગયો હતો. તેથી તેનું નામ ‘કૃણિઅ’ (‘ટૂંકા હાથવાળો’) પડી ગયું. પઉમાવઇ(૯), ધારિણી(૨) વગેરે આઠ પત્નીઓ તેને હતી. કાલ(૧), સુકાલ(૪), મહાકાલ(૨) વગેરે તેના ભાઈઓ હતા.૫ તેણે ભાઈઓની મદદથી પોતાના પિતાને કેદ કરી રાજ પડાવી લીધું. તેને ઉદાઇ(૨) નામનો એક પુત્ર હતો.° કૂજ઼િઅ રાજધાની રાયગિહથી ચંપા લઈ ગયો. પોતાના ભાઈ હલ્લ અને વિહલ્લના હાથી અને હારને માટે તે રાજા ચેડગ સામે યુદ્ધ લડ્યો. તે પોતે ચક્કવિટ્ટ બનવા ઇચ્છતો હતો પરંતુ તિમિસગુહા નામની ગુફામાં કયમાલઅ વડે તે હણાયો.॰ મૃત્યુ પછી તે છઠ્ઠા નરકમાં ગયો, વારંવાર જેમની પાસે તે જતો હતો તે મહાવીરે તેનું આવું ભવિષ્ય ભાખ્યું હતું તે ઉપરથી આ વાત સ્પષ્ટ થાય છે.૧૨
F
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org