Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૫ આલબિયા (આલભિકા) જ્યાં જિયસતુ(૮) રાજા રાજ કરતો હતો તે નગર. તિવૈયર મહાવીરે તેમનો સાતમો વર્ષાવાસ અહીં કર્યો હતો. હરિ(૪) તેમને અહીં વંદન કરવા આવ્યા હતા અને તેમની સુખસાતા પૂછી હતી. આ નગરની પાસે આવેલા સંખવણ ઉદ્યાનમાં એક ચૈત્ય હતું. ઇસિદ્દિપુર વગેરેએ મહાવીરને દેવોના આયુષ્ય વિશે પૂછ્યું હતું. અહીં પોગ્ગલ મહાવીરનો શિષ્ય બન્યો અને ચુલસયય(૨) તેમનો ઉપાસક બન્યો. અહીં પત્તકાલગય ચૈત્યમાં ગોસાલે સેહના શરીરને છોડીને ભારદાઈની કાયામાં પ્રવેશ કર્યો હતો. કેટલાક વિદ્વાનો આ આલભિયા અને બૌદ્ધ સાહિત્યમાં ઉલિખિત આળવીને એક માને છે. પરંતુ મહાવીરના વિહારમાર્ગની દૃષ્ટિએ આ તેમની માન્યતા યોગ્ય જણાતી નથી. અયોધ્યા અને પ્રયાગની પૂર્વમાં ક્યાંક આલભિયા આવી હોવી જોઈએ.’ ૧. ઉપા. ૩૨.
|| ૪. ઉપા.૩૨, ભગ.૪૩૩, ૪૩૬. ૨.કલ્પ.૧૨૨, આવનિ.૪૮૯, ! ૫. ભગ.૪૩૩, ૪૩૬.
આવયૂ.૧. પૃ.૨૯૩, વિશેષા. | ૬. ભગ. ૪૩૬. ૧૯૪૩, કલ્પશા. પૃ.૧૩૦. ૭. ઉપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૯. ૩. આવનિ.૫૧૫, આવયૂ.૧.પૃ.૩૧૫, ૮, ભગ.૫૫૦. વિશેષા. ૧૯૭૧,કલ્પ.પૂ.૧૦૯, ૯. જિઓડિ.પૂ.૩.
કલ્પવિ. પૃ. ૧૬૯. ૧. આલા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે ઈલા નામે પણ જાણીતી છે ? જુઓ ઇલા(૧).
૧. સ્થા. પ૦૧. ૨. આલા એક વિજુકુમારિમહત્તરિયા દેવી.'
૧. સ્થા. ૫૦૭. આલય (આલુક) વિયાહપણત્તિના તેવીસમા શતકનો પહેલો ઉદ્દેશક. તેના દસ પેટાવિભાગો છે.'
૧. ભગ. ૬૯૨. આવંતિ (આવત્તિ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. આ અને લોગસાર એક જ છે. ૧. સમ. ૯.
૨. આચાનિ.૩૧. ૧. આવા (આવર્ત) જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રનો સીઆ નદીની ઉત્તરબાજુએ આવેલો પ્રદેશ. તે ખીલવંત પર્વતની દક્ષિણે, ણલિણમૂડ ડુંગરની પશ્ચિમે અને દહાવઈ(૨) નદીની પૂર્વે આવેલો છે. આ પ્રદેશની રાજધાની ખમ્મી છે. આ જ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org