Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઈદપુર (ઇન્દ્રપુર) ભારહવાસનું નગર. ચક્રવટ્ટિ બંભદત્ત(૧) બ્રાહ્મણ સિવદત્તની દીકરીને આ નગરમાં પરણયો હતો. રાજા ઈદદર(૯) અહીં રાજ કરતા હતા અને તેમનો પુત્ર સુરિંદદર(૨) મુહરા(૧)ની રાજકુંવરી સિવુઈને પરણ્યો હતો. પિયસણ અને ગણિકાપુઢવીસિરીઆ નગરનાં હતાં. બુલન્દશહર જિલ્લાના ઇન્દોર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે." ૧. વિપા. ૧૪,૩૨.
_| પૃ.૧૦૩,આવહ પૃ.૩૪૪, ૪૦૪, ૭૦૨. ૨. ઉત્તરાનિ. પૃ. ૩૭૯, ૩૮૧. ૪. વિપા. ૧૪. ૩. આવનિ.૧૨૮૬-૮૭, આવયૂ.૧. ૫. વિપા. ૩૨, સ્થાઅ. પૃ. ૫૦૮. પૃ.૪૫૦, ઉત્તરાશા.પૃ.૧૪૮, ઉત્તરાક૬. લાઈ.પૃ.૨૮૯, જુઓ Select પૃ. ૯૮,વ્યવભા.૬.૨૧૩,વ્યવમ.૬.| Inscriptions (No.27) by
D. C. Sircar. ઈદપુરગ (ઇન્દ્રપુરક) વેસવાડિયગણના ચાર કુળોમાંનું એક.'
૧. કલ્પ. પૃ. ૨૬૦. ઈદભૂ અથવા ઈદભૂતિ (ઇન્દ્રભૂતિ). ગોબૂરગામ(૧)ના વસુભૂઇ(૧) અને પુડવી(૩)નો પુત્ર. અગ્નિભૂઇ(૧) અને વાઉભૂઈ તેના ભાઈ હતા. તે ગોયમ(૨) ગોત્રના હતા, તેથી તે ગોયમ(૧) તરીકે જાણીતા હતા.તે મહાન પંડિત હતા. તેમને તિર્થીયર મહાવીરના પ્રથમ ગણહર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. એક વાર તે મઝિમા પાવાના ઉદ્યાનમાં મહાવીરને મળ્યા. ત્યાં તેમણે મહાવીર સાથે આત્માના અસ્તિત્વ અંગેની સમસ્યા ઉપર ચર્ચા કરી અને મહાવીરે આત્માના અસ્તિત્વની તરફેણમાં જે દલીલો કરી તે બધી તેમના ગળે ઊતરી ગઈ, તેમને આત્માના અસ્તિત્વની દઢ પ્રતીતિ થઈ. તેથી તે તેમના પાંચ સો શિષ્યો સાથે સંસારનો ત્યાગ કરી મહાવીરના પ્રથમ શિષ્ય બની ગયા. ઇંદભૂઈ અને મહાવીર વચ્ચે થયેલી આ ચર્ચાનો સાર નીચે પ્રમાણે છે – આત્માનું અસ્તિત્વ શંકાસ્પદ છે કારણ કે જેમ ઘટનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થાય છે તેમ આત્માનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થતું નથી. જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી થતું તે અસતુ હોય છે, જેમ કે આકાશકુસુમ. આત્માનું ગ્રહણ અનુમાનથી પણ થતું નથી. આત્મા અનુમાનનો વિષય બની શકતો નથી કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક થાય છે. જયારે કોઈ વસ્તુના અવિનાભાવ સંબંધનું ક્યાંક પ્રત્યક્ષ થાય અને તે સંબંધની પછી સ્મૃતિ થાય ત્યારે જ અનુમાનજન્ય જ્ઞાન થાય. પરંતુ આત્મા અને એના અવિનાભાવી લિંગનું કદી પ્રત્યક્ષ જ થતું નથી, તો પછી આવી પરિસ્થિતિમાં આત્મા અનુમાનનો વિષય કેવી રીતે બની શકે? આપણને આત્માના કોઈપણ એવા લિંગનું કદી પ્રત્યક્ષ થયું નથી કે જેને દેખીને આપણે આત્માનું અનુમાન કરી શકીએ. આગમપ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે જેનું પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org