Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫૧
૧૧
૧૨
પુરુષોને એક સો વિદ્યાઓ અને ત્રણ ધંધાઓ શીખવ્યા. પોતાના સો પુત્રોનો રાજા તરીકે અભિષેક કરી દરેક પુત્રને એક એક રાજ આપી તેમણે ચાર હજાર રાજપુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સુĒસણા(૭) પાલખીનો ઉપયોગ કર્યો. સેજ્જસ(૩) તેમને પ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમણે અડંબ, બહલી, ઇલ્લા, જોણગ અને સુવર્ણભૂમિ જેવા દેશોમાં ભ્રમણ કર્યું હતું.૧૦ પુરિમતાલ નગરની બહાર આવેલા સગડમુહ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ ન્યગ્રોધ છે. બીજા તિત્શયરોથી વિપરીત તેમના માથે જટા હતી.૧૩ તેમનો પ્રથમ શિષ્ય ઉસભસેણ(૧) અને પ્રથમ શિષ્યા ગંભી(૧) હતાં.૧૪ તેમની આજ્ઞામાં શ્રમણોના ચોરાશી ગણો હતા, ચોરાશી ગણહર હતા, ઉસભસેણના નેતૃત્વ નીચે ચોરાશી હજાર સાધુઓ હતા, બંભી(૧) અને સુંદરી(૧) એ બેના નેતૃત્વ નીચે ત્રણ લાખ સાધ્વીઓ હતી, સેજ્જસ(૩)ના નેતૃત્વ નીચે ત્રણ લાખ પાંચ હજાર ઉપાસકો(શ્રાવકો) હતા અને સુભદ્દા(૯)ના નેતૃત્વ નીચે પાંચ લાખ ચોપ્પન હજાર ઉપાસિકાઓ (શ્રાવિકાઓ) હતી.૧૫ શ્રમણાવસ્થામાં ઉસભ એક હજાર વર્ષ છદ્મસ્થ તરીકે જીવ્યા અને એક લાખ પૂર્વમાંથી એક હજાર બાદ કરતાં આવે તેટલા વર્ષ કેવલજ્ઞાની તરીકે જીવ્યા. આમ તેમનું કુલ આયુષ્ય ચોરાશી લાખ પૂર્વ વર્ષનું હતું. અટ્ટાવય પર્વતના શિખર ઉપર દસ હજાર સાધુઓ સાથે તે મોક્ષ પામ્યા. પોતાના કેટલાક પૂર્વભવોમાં ઉસભ ધણ(૪), મહમ્બલ(૩), લલિયંગ, વઇરજંઘ(૧), કેસવ(૨) અને વઇરણાભ હતા.૧° શાન્તિસૂરિ અનુસાર બ્રહ્માંડપુરાણ પણ ઋષભ (ઉસભ)ને ઇક્ષ્વાકુવંશના નાભિ અને મરુદેવીના પુત્ર તરીકે ઉલ્લેખે છે.૧૮
૧૬
૧.કલ્પ,૨૦૫-૨૮૧,જમ્બુ.૩૨,
૧૫૭, તીર્થો.૩૯૧.
આનિ.૧૭૦થી આગળ, ૩૮૫, ૯. આવન.૩૨૭, સમ.૧૫૭, કલ્પવિ.
પૃ. ૨૩૮.
૩૮૭, આવચૂ.૧.પૃ.૧૩૧,૧૫૧, ૧૮૬થી આગળ, સમ.૧૫૭, તીર્થો.
૪૬૪.
૨. કલ્પ. ૨૧૦,વિશેષા.૧૫૬૧-૧૭૬૯,|
આચાશી.પૃ.૩૨૭.
૩. કલ્પ. ૨૧૦,સમ.૧૦૮,સ્થા.૪૩૫, આનિ.૩૭૮,૧૦૮૭,સ્થાઅ. પૃ.
૩૯૦.
૪. આનિ.૩૭૬, તીર્થો.૩૩૬. પ. આવચૂ.૧.પૃ. ૧૫૨-૧૫૩. ૬. કલ્પધ.પૃ.૧૫૧-૧૫૨,કલ્પવિ.
પૃ.૨૩૬.
૭. આવચૂ.૧.પૃ.૧૫૨-૫૩, કલ્પવિ. પૃ.૨૩૧.
૮. કલ્પ. ૨૧૧,જમ્બુ.૩૦-૩૨,આનિ. ૨૨૫, ૨૨૯-૨૩૭, ૩૩૬-૩૪૦, આવિન.૧૯, આચાચૂ.પૃ.૪, સમ.
૧૦. આવનિ.૩૩૬-૩૩૭, વિશેષા.૧૭૧૬. ૧૧. કલ્પ.૨૧૨, જમ્મૂ.૩૨, આવનિ.૨૨૧,
૪૩૫-૪૩૬.
Jain Education International
૧૨. સમ.૧૫૭, તીર્થો.૪૦૫.
૧૩. આવચૂ.૧.પૃ.૧૮૧. ૧૪. સમ.૧૫૭, તીર્થો.૪૪૩, ૪૫૭. ૧૫. કલ્પ. ૨૧૩-૨૧૭, જ‰.૩૧-૩૩, સમ. ૮૪,૧૫૭, તીર્થો.૪૩૩, ૪૪૩, આનિ.
૨૫૬,૨૬૦,૨૬૬.
૧૬. કલ્પ.૨૨૭, જમ્મૂ.૩૩, સમ.૮૩,૮૯, આનિ.૨૭૨,૨૭૭,૩૦૨.
૧૭. આનિ.૧૭૧-૧૭૬, આવચૂ.૧.પૃ. ૧૩૧, ૧૬૫, ૧૭૬, ૧૭૯, ૧૮૦, સમ,૧૫૭.
૧૮. ઉત્તરાશા.પૃ.૫૨૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org