Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૪
૧. ઉપ્પલ (ઉત્પલ) વિયાહપણત્તિના અગિયારમા શતકનો પ્રથમ ઉદ્દેશક.૧
૧. ભગ,૪૦૯.
૨. ઉપ્પલ એક જ્યોતિષી જે થોડા સમય માટે તિત્શયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ હતો. અક્રિયગામમાં તિત્ફયર મહાવીરે જોયેલાં દસ સ્વપ્નોનો અર્થ તેણે મહાવીરને સમજાવ્યો હતો. વળી, લોહગ્ગલ(૨)ના રાજા જિયસત્તુ(૩૩)એ બંધનમાં નાખેલા મહાવીરને મુક્ત થવામાં મદદ પણ તેણે કરી હતી. તેને જયંતી(૯) અને સોમા(૪) નામની બે બહેનો હતી.
૧
૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૧.પૃ.૨૭૩-૨૭૪,કલ્પવિ.
૨. આવનિ.૪૯૦, વિશેષા.૧૯૪૪. પૃ.૧૬૧, આવહ.પૃ.૨૦૪, આવમ. ૩. આનિ.૪૭૮, આવચૂ.૧.પૃ.૨૮૬. પૃ.૧૯૧, ૨૭૦.
૩. ઉપ્પલ ણાગપુરનો એક ગૃહસ્થ. ઉપ્પલસિરી તેની પત્ની હતી અને ઉપ્પલા(૪) તેની પુત્રી હતી.૧
૧. શાતા. ૧૫૩.
૪. ઉપ્પલ પાણત સ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન(વિમાન). તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે. તેઓ વીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે.૧
૧. સમ.૨૦.
ઉપ્પલગુમ્મા (ઉત્પલગુલ્મા) મંદર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
૧. જમ્મૂ.૯૦,૧૦૩.
ઉપ્પલસિરી (ઉત્પલશ્રી) ણાગપુરના ગૃહસ્થ ઉપ્પલ(૩)ની પત્ની.
૧. શાતા.૧૫૩.
૧. ઉપ્પલા (ઉત્પલા) હત્થિણાઉરના કસાઈ ભીમ(૨)ની પત્ની. એક વાર જ્યારે તે ગર્ભિણી હતી ત્યારે તેને ગોમાંસ ખાવાનો દોહદ થયો. તેના પતિએ તેનો દોહદ પૂરો કર્યો. વખત જતાં ઉપ્પલાએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ ગોત્તાસ(૨) પાડવામાં આવ્યું.
૧. વિપા.૧૦-૧૧, સ્થાઅ.પૃ.૫૦૭.
૨.
ઉપ્પલા સાવત્થીના શ્રાવક સંખ(૯)ની પત્ની,૧
૧. ભગ.૪૩૭, સ્થાઅ. પૃ. ૪૫૬.
૩. ઉપ્પલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. શાતા. ૧૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org