Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇસિદિણ (ઋષિદત્ત) જંબૂદીવના એરવ(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્રિણીમાં થયેલા પાંચમા તિર્થંકર.
૧. સમ.૧૫૯, તીર્થો.૩૧૮. ઇસિપાલ (ઋષિપાલ) જુઓ ઇસિપાલિઅ.
૧. કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ઇસિપાલિઅ (ઋષિપાલિત) આ અને ઇસિવાલિઅ એક છે.'
૧. કલ્પવિ.પૃ.૨૬૧-૨૬૨. ઇસિભપુત્ત (ઋષિભદ્રપુત્ર) આલભિયાનગરનો મહાવીરનો ઉપાસક. મૃત્યુ પછી તે સોહમ્મકમ્પના અરુણાભ(૨) નામના સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યા. દેવાયુષ્ય પૂર્ણ થતાં તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.'
૧. ભગ. ૪૩૩-૪૩૫. ૧. ઈસિભાસિય (ઋષિભાષિત) અંગબાહિર કાલિય ગ્રન્થ. દેવ તરીકેનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અહીં જન્મેલા ચુંમાળીસ ઋષિઓ વડે કે વિશે લખાયેલાં ચુંવાળીસ અધ્યયનો આ ગ્રંથમાં છે. તેના ઉપર ભદ્રબાહુ(૨)એ નિર્યુક્તિ લખી હતી એમ કહેવાય છે. વર્તમાનમાં ઇસિભાસિયમાં પિસ્તાળીસ અધ્યયનો છે. જે ઋષિઓએ આ અધ્યયનો લખ્યાં છે તે અજૈન પંથોના હતા છતાં તેઓ પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા હતા. આ અધ્યયનોમાં જે ઉપદેશ સંગૃહીત છે તે સર્વસામાન્ય આધ્યાત્મિક્તા ઉપર છે. ૧. પાક્ષિ.પૃ.૪૪,નિશીયૂ.૪,પૃ.૨૫૩, | ૩. સમઅ. પૃ. ૬૮.
સૂત્રચૂ.૫.૫,૭,નન્દિ.૪૪, વિશેષા. | ૪. આવનિ. ૭૫, વિશેષા.૧૦૮૦. ૨૭૯૪, આવચૂ.પૃ.૪૧૧, ૫. ઇસિભાસિયાઇ સુત્તાઈ, સુધર્મ જ્ઞાનમંદિર, ઉત્તરાયૂ. પૃ.૧.
મુંબઈ, ૧૯૬૩. ૨. સમ. ૪૪. ૨. ઇસિભાસિયપહાવાગરણનું ત્રીજું અધ્યયન પરંતુ વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા આ ગ્રન્થમાં આ અધ્યયન ઉપલબ્ધ નથી.
૧. સ્થા. ૭૫૫. ઈસિમંડલ–ઉ (ઋષિમણ્ડલસ્તવ) ઋષિઓની સ્તુતિ કરતો ગ્રન્થ.૧
૧. આવયૂ. પૃ. ૩૭૪. ઈસિવાઅ (ઋષિવાદ) આ અને ઇસિવાય એક છે.'
૧. સ્થા. ૯૪. ઇસિવાઈય (ઋષિરાદિક) વાણમંતર દેવોનો પટાભેદ. ઇસિ અને ઇસિવાલ(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org