Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧૧ પાડી પોતાનો કરી લેવામાં આવે તો તે આપણને ખૂબ જ ઉપયોગી થશે. દીકરીઓ તેને મોહમાં પાડવામાં સફળ થઈ. આસાઢભૂઇએ સાધુપણું છોડી દીધું, તે કન્યાઓને પરણી ગયો અને તેણે નટવેશ ધારણ કરી લીધો. નટવિદ્યામાં નિપુણતા સિદ્ધ કરી તે નટોનો સરદાર બની ગયો. રાજાઓને પ્રસન્ન કરી તે ખૂબ ધન કમાવા લાગ્યો. તેને મદ્યપાન ગમતું નહિ એટલે તેની પત્નીઓએ પણ મદ્યપાન છોડી દીધું. એકવાર એક રાજાએ હુકમ કર્યો કે રાજસભામાં કેવળ નટોએ જ, કોઈપણ નટી વિના જ નાટક ભજવવું જોઈએ. આસાઢભૂધની બે પત્નીઓએ વિચાર્યું કે આજ રાતે આસાઢશૂઈ ઘરમાં નહિ હોય, એટલે તેઓ બન્ને મદ્યપાન કરી શકશે. તે મુજબ રાતે મદ્યપાન કરી તે બન્ને મેડી ઉપર જઈ તદ્દન નગ્ન અવસ્થામાં સૂઈ ગઈ. કોઈક કારણસર રાજાએ નાટકની ભજવણી મુલતવી રાખી. રાજસભામાંથી આસાઢભૂઈ ઘરે આવ્યો. તેણે દારૂના નશામાં પડેલી પોતાની પત્નીઓની દશા જોઈ, તેનો સંસારનો મોહ ઊતરી ગયો અને તેણે સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. જ્યારે વિશ્વકર્મનને આની જાણ થઈ ત્યારે તેણે પોતાની દીકરીઓને ઠપકો આપ્યો અને દીકરીઓને તેને મનાવી પાછો લાવવા મોકલી. તે આસાઢશૂઈ પાસે ગઈ અને તેને વિનંતી કરી કે કાં તો તે સંસારનો ત્યાગ ન કરે કાં તો તે તેમના ભરણપોષણની વ્યવસ્થા કરે. રાયગિહના રાજા સિંહરથ આગળ આસાઢભૂઈએ પાંચ સો રાજકુમારો સાથે નાટક ભજવ્યું. આસાઢભૂઇએ પોતે ચક્રવટિ ભરહ(૧)નું પાત્ર ભજવ્યું અને પાંચ સો રાજકુમારોએ તેના ખંડિયા રાજાઓનું. ચૌદ રત્નો, અરીસામહેલ, વગેરેનાં તાદશ દશ્યો બતાવવામાં આવ્યાં. છેવટે અરીસા મહેલમાં પાંચસો રાજકુમારો સાથે આસાઢભૂઈએ સંસારનો ત્યાગ કર્યો અને ભરણપોષણ માટે બધા અલંકારો પોતાની બે પત્નીઓને આપી દીધા. ૧. પિંડનિ. ૪૧૪-૪૮૦, વ્યવભા. ૪.૧૧૭, સૂત્ર, પૃ. ૩૬૩. સૂત્રશી. પૃ. ૭૨.
પિંડનિમ. પૃ. ૧૩૭-૩૮, જીતભા. ૧૩૯૮-૧૪૧૧. આસાસ (આશ્વાસ) આયારનું બીજું નામ.'
૧. આચાનિ. ૭. આસાસણ (આશ્વાસન) અલ્યાસી ગહમાંનો એક. આ અને અસ્સાસણ એક છે.
૧. સ્થા. ૯૦. આસિલ એકસાધુ જે બાહ્ય રીતે જૈન જણાતો ન હતો. તે ઉકાળ્યા વિનાનું પાણી, બીજ અને લીલાં શાકભાજી ખાવાપીવામાં ઉપયોગમાં લેતો હતો. પરંતુ તેને પોતાની ઇન્દ્રિયો વશમાં હતી અને તે મોક્ષ પામ્યો હતો.'
૧. સૂત્ર. ૧.૩.૪.૩., સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી. પૃ. ૫. ૧. આસીવિસ (આશીવિષ) વિયાહપણત્તિના આઠમા શતકનો બીજો ઉદ્દેશક.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org