Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૦
તેમને પ્રતીતિ કરાવી.
૧. આવભા.૧૨૯-૧૩૦,આવચૂ.૧. પૃ.૪૨૧, વિશેષા. ૨૮૫૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. આવનિ.૭૮૦, ઉત્તરાશા.પૃ.૧૬૦, સ્થા.૫૮૦, આવહ.પૃ.૩૧૫. ૩. ઉત્તરાનિ અને ઉત્તરાશા. પૃ. ૧૬૦-૧૬૨.
૨. આસાઢ સ્વર્ગમાં ગયા પછી પોતાની પાસે પાછા આવવાનું વચન પોતાના દરેક મરતા શિષ્ય પાસેથી લેનાર આચાર્ય. તેમના ઘણા શિષ્યો મરી ગયા પણ તેમાંનો કોઈ તેમની પાસે પાછો આવ્યો નહિ. આ વસ્તુએ તેમના મનમાં સ્વર્ગ અને નરકના અસ્તિત્વ અંગે શંકા પેદા કરી. પરિણામે તે સમૂહમાં રહેવાનું છોડી સાવ એકલા રહેવા લાગ્યા. ગુરુની આવી દશા જોઈ તેમનો એક મરી ગયેલો શિષ્ય જે સ્વર્ગમાં મરીને દેવ બન્યો હતો તે પૃથ્વી ઉપર આવ્યો અને એક નાટક ભજવ્યું. આસાઢે મહિનાઓ સુધી સતત આ નાટક જોયું, તે નાટક જોવામાં એટલા તલ્લીન થઈ જતા કે ભૂખ-તરસ બધું ભૂલી જતા. પછી દેવે નાટક ભજવવું બંધ કર્યું. એટલે આસાઢ બીજે સ્થળે જવા નીકળ્યા. દેવે એક પછી એક સુંદર અલંકારો વગેરેથી શોભતાં છ બાળકોનાં રૂપ ધારણ કર્યાં અને માર્ગમાં તે બાળકો આસાઢને મળ્યા. આસાઢે બધાં બાળકોને મારી નાખ્યાં અને તેમના અલંકારો વગેરે લઈ લીધા. પછી દેવે રાજાનું રૂપ ધારણ કર્યું અને આસાઢ ગુરુને ભિક્ષા સ્વીકારવા વિનંતી કરી. આસાઢે ભિક્ષા સ્વીકારવાની ના પાડી કારણ કે તેના પાત્રો ઘરેણાંથી ભરેલાં હતાં, જે વસ્તુ રાજા આગળ પ્રગટ કરવા આસાઢ ઇચ્છતા ન હતા. પરંતુ આસાઢને તેમનાં પાત્રો રાજા સમક્ષ રજૂ કરવા ફરજ પાડવામાં આવી. હવે આસાઢની સ્થિતિ વિચિત્ર થઈ. રાજા ઘણો ક્રોધે ભરાયો. આસાઢ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ક૨વા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. દેવે પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું અને આખા ઘટનાપ્રસંગને ખુલ્લો કર્યો. આસાઢ પોતાના મૂળ સ્થાને ગયા, સાધુસમૂહમાં જોડાઈ ગયા અને પોતાના ધર્મમાં પુનઃ શ્રદ્ધાને પામ્યા.
'
૧. નિશીચૂ.૧.પૃ.૨૦, સમઅ.પૃ.૧૧૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૧૩૩, ઉત્તરાયૂ. પૃ. ૮૭, દેશચૂ.પૃ. ૯૬-૧૦૩.
આસાઢભૂઇ (આષાઢભૂતિ) ધમ્મરુ(૨)ના શિષ્ય. એકવાર તે રાજનટવિશ્વકર્મના ઘરે ભિક્ષા માટે ગયા. ત્યાંથી તેમને ભિક્ષામાં એક લાડુ મળ્યો. વિશ્વકર્મના ઘરમાંથી નીકળતી વખતે તેમને વિચાર આવ્યો કે લાડુ તો ગુરુ લઈ લેશે અને પોતાને જરા પણ નહિ મળે. એટલે તે રૂપ બદલી વળી પાછા વિશ્વકર્મના ઘરે ગયા. વળી પાછો એક લાડુ તેમને મળ્યો. ગુરુ બીજો લાડુ પણ લઈ લેશે એવું વિચારી તેમણે પાછું રૂપ બદલ્યું અને વિશ્વકર્મન્ના ધરે ત્રીજીવાર ગયા. તેમને વારંવાર જુદા જુદા રૂપમાં આવતા જોઈન વિશ્વકર્માએ પોતાની બે રૂપવતી દીકરીઓને કહ્યું કે જો આ માણસને મોહમાં .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org