Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
આયારસુયજ્ઞયણ (આચારશ્રુતાધ્યયન) આ અને આયાર એક છે.
૧. સૂત્રનિ. ૧૮૨-૧૮૩.
આયુ (આયુષુ) વિયાહપણત્તિના પાંચમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.
૧
૧. ભગ. ૧૭૬.
આર ચોથી નરકભૂમિ પંકપ્પભાના છ મહાણિરય (ભયંકર વિકરાળ) વાસસ્થાનોમાંનું એક.૧
૧. સ્થા. ૫૧૫.
આરણ અગિયારમું કલ્પ(સ્વર્ગ). તેમાં ૯૦૦ યોજન ઊંચાઈવાળાં ૧૫૦ વિમાનો (સ્વર્ગીય વાસસ્થાનો) આવેલાં છે. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે જ્યારે ધન્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે.
૧
૧. પ્રજ્ઞા.૫૩, અનુ.૧૩૯, સમ.૨૦-૨૧, ૧૦૧, ૧૧૨.
૩
આરબ એક અણારિય(અનાર્ય) જાતિ અને તે જાતિનો પ્રદેશ જે ચક્કવિટ્ટ ભરહ(૧)એ જીત્યો હતો. તે પ્રદેશ સિંધુ(૧) નદીની પેલે પાર પશ્ચિમ તરફ આવેલો હતો. તે પ્રદેશની કન્યાઓ અન્તઃપુરમાં દાસીઓ તરીકે કામ કરતી. તેની એકતા અરેબીઓફ્ (Arabios) નદી ઉપર આવેલા અરબિઇ (Arabii)ના વસવાટના પ્રદેશ – જે કરાંચીથી ૫૦ માઈલના અંતરે આવેલો વર્તમાન પોરલી (Porali) છે – સાથે અથવા પદ્મપુરાણમાં ઉલ્લિખિત ઉત્તર-પશ્ચિમી સરહદી વિસ્તારના લોકો સાથે સ્થાપી શકાય.
૧.પ્રશ્ન.૪, પ્રશ્નઅ. પૃ.૧૫. ૨.જમ્બુ.૫૨, આવચૂ.૧.પૃ.૧૯.
૩. શાતા.૧૮.
આરબક આ અને આરબ એક છે.
૧. જમ્બુ.૫૨, આવચૂ.૧. પૃ.૧૯૧.
૧૦૩
આરબી આરબ મૂળની દાસી.
૧
Jain Education International
૪. જુઓ એજિઇ. પૃ. ૩૦૪-૩૦૫, જિઓમ. પૃ.૫૧.
૫. જુઓ જિઓડિ. પૃ. ૧૦,૨૨.
૧. શાતા.૧૭, શાતાઅ.પૃ.૩૭, જમ્મૂ. ૪૩.
આરાહણપઇણ (આરાધનાપ્રકીર્ણક) આઠ પ્રકીર્ણકોના વર્ગનો એક આગમિક ગ્રન્થ
જેનો આધાર મરણસમાહિ છે.૧
૧. મર. ૬૬૨.
આરાહણા (આરાધના) વિયાહપણત્તિના આઠમા શતકનો દસમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૩૦૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org