Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૨
૧. ભગ. ૩૦૯,
અદિતિ જુઓ અઇઇ.
૧. જમ્મૂ ૧૫૭,૧૭૧.
૧. અદીણસત્તુ (અદીનશત્રુ) હત્થિણાઉરનો રાજા. મિહિલાના રાજા કુંભ(૪)ની પુત્રી મલ્લિ(૧) તરફ ખૂબ જ આકર્ષાયેલા રાજકુમારોમાંનો એક. તે મલ્લિની સાથે લગ્ન કરવા માગતો હતો. રાજા કુંભે તેનો લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ. તેથી અદીણસત્તુએ મિહિલા ઉપર લશ્કરી આક્રમણ કર્યું. મલ્લિ રાજકુમારીએ તેને સાચો માર્ગ દર્શાવ્યો. મલ્લિ અને બીજાઓ સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો અને તે મોક્ષે ગયો.૧
૧. શાતા.૬૫,૭૩, સ્થા.૫૬૪.
૨. અદીણસત્તુ ધારિણી(૧૪)નો પતિ અને હસ્થિસીસ નગરના રાજકુમાર સુબાહુ(૧)નો પિતા.
૧. વિપા.૩૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩. અદીણસત્તુ ચંપાના રાજા જિયસત્તુ(૧)નો પુત્ર.૧
૧. શાતા.૯૧.
૪. અદીણસત્તુ એકવીસમા તિત્શયર ણમિ(૧)નો પૂર્વભવ. ૧. સૂનિ.૧૮૭, સૂત્રચૂ.પૃ.૪૧૩-૪૧૭.
અદ્દ (આર્દ્ર) અદ્દપુરનો રાજા. તે અદ્દઅ(૨)નો પિતા હતો.૧
૧. સમ,૧૫૭.
૧. અ
(આર્દ્રક) આ અને અદ્દ એક જ છે.
Jain Education International
૧. સૂત્રચૂ. પૃ.૪૧૫.
૨. અદ્દન અદ્દપુરના રાજા અદ્દનો પુત્ર. અભયે(૧) મોકલેલી તિત્થયર ઉસહ(૧)ની પ્રતિમાને જોતાં જ તેને પોતાની પત્ની સાથે રહેતા વસંતપુરના રહેવાસી સામઇઅ તરીકેના પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. સામઇઅ અને તેની પત્ની બન્નેએ સંસારનો ત્યાગ કર્યો. પછી બન્ને જુદા જુદા વિચરતાં હતાં. એક વાર સામઇઅ ભિક્ષા માટે ભ્રમણ કરતો હતો ત્યારે તેણે તેની પત્નીને દેખી. તેને તેની તરફ પુનઃ આસક્તિ જન્મી. પરંતુ તેની પત્ની દૃઢ રહી અને ચલિત ન થઈ. મૃત્યુ પછી સામઇઅ દેવ તરીકે અને તેની પત્ની દેવી તરીકે જન્મ પામ્યાં. દેવદેવી તરીકેનું આયુષ્ય પૂરું થતાં સામઇઅ અદ્દઅ તરીકે જન્મ્યો અને તેની પત્ની વસંતપુરના એક ગૃહસ્થની પુત્રી તરીકે જન્મી. અદ્દઅ પોતાના પૂર્વભવને
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org