Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
८४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧. આણંદ વાણિયજ્ઞામનો કરોડપતિ ગૃહસ્થ, સિવાણંદા તેની પત્ની હતી. તે ચાર મોટા ઢોરવાસનો માલિક હતો. દરેક ઢોરવાસમાં દસ હજાર ગાયો હતી. તેણે ઉપાસકના બાર વ્રતો લીધાં હતાં. તે તિત્થર મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો સૌપ્રથમ ઉપાસક હતો.'
મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઇએ મહાવીરને પૂછ્યું કે શું આણંદ વર્તમાન જન્મમાં શ્રમણ બનશે? મહાવીરે નકારમાં ઉત્તર આપ્યો અને કહ્યું કે આણંદ વીસ વર્ષ ઉપાસકનું જીવન જીવશે અને પછી મરીને સોહમ્મ(૧) દેવલોકમાં જન્મ લેશે, ત્યારબાદ તે મહાવિદેહ(૧)માં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે.
જ્યારે આણંદે ઉપાસક જીવનના ચૌદ વર્ષ પૂરા કરી પંદરમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઘરમાં અનેક વિક્ષેપો હોવાથી બાકીનું ઉપસાક જીવન પૌષધશાલામાં ઉપાસકની અગિયાર પ્રતિમા ધારણ કરી વીતાવવાનો નિર્ણય કર્યો. તેથી તેણે જમણવાર રાખ્યો, મિત્રો અને સગાસંબંધીઓને નિમંત્ર્યા, અને તેમની હાજરીમાં કુટુંબની સઘળી જવાબદારીઓ મોટા પુત્રને સોંપી દીધી, પછી ઘર છોડી પૌષધશાલામાં પ્રવેશ કર્યો. અંતકાળે તેણે બધી જાતનો આહાર, પાણી સહિત, ત્યાગી દીધો. આ રીતે સંપૂર્ણ ત્યાગ-સંયમપૂર્વક જીવતાં તેમને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ૫૦૦ યોજનની અવધિવાળું અને ઉત્તરમાં ચલહિમવંત સુધીની અવધિવાળું અવધિજ્ઞાન થયું. તેમનું આ અવધિજ્ઞાન ઊર્ધ્વ દિશામાં સોહમ્મ દેવલોક સુધી અને અધો દિશામાં લોલુયચુય નરકાવાસ સુધી પહોંચતું હતું. આણંદે ઇંદભૂઇને પૂછયું કે શું ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે? ઇંદભૂઇએ કહ્યું કે હા, થઈ શકે. એટલે આણંદે પોતાના અવધિજ્ઞાનની અવધિઓ તેમને જણાવી. ઇંદભૂઈએ વિચાર્યું કે આટલા મોટા વિસ્તારનું અવધિજ્ઞાન ગૃહસ્થને ન હોઈ શકે, એટલે તેમણે આણંદને ખોટું બોલવા માટે પ્રાયશ્ચિત્ત કરવા કહ્યું. આણંદે તે જ આક્ષેપ ઇંદભૂઈ ઉપર કર્યો. પછી આ બાબતનો નિર્ણય કરવાનું મહાવીર ઉપર છોડવામાં આવ્યું. ઇંદભૂઇએ મહાવીરને પૂછ્યું કે આણંદ ખોટું બોલે છે કે હું? મહાવીરે કહ્યું કે આણંદ સાચા છે અને તેથી ઇંદભૂઇએ પોતાનો દોષ કબૂલી પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, વધુમાં મહાવીરે ઇંદભઇને આણંદની માફી માગવા જણાવ્યું.' ૧.ઉપા. ૩-૭, સ્થાઅ.પૃ.૨૪૪, ૩. એજન. ૧૧-૧૩. આવયૂ. ૧. પૃ.૪૫ર.
૪. એજન. ૧૪-૧૭, સૂર્યમ.પૃ.૯, વિશેષા. ૨. ઉપા. ૧૦-૧૭
- ૧૯૫૧. ૧૨. આણંદ વાણિયગામનો શ્રમણોપાસક. તિર્થીયર મહાવીર કેવલજ્ઞાન પામ્યા તેની પહેલાં આણંદે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે મહાવીર થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. આ આણંદ આણંદ(૧૧)થી ભિન્ન છે કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org