Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૯૫ કે આણંદ(૧૧) તો મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પછી અવધિજ્ઞાન પામ્યા હતા.
૧. આવચૂ.૧.પૃ.૩૦૦, આવનિ. ૪૯૬. ૧૩. આણંદ સાણુલ િગામનો વેપારી. બહુલિયા તેની નોકરાણી હતી.'
૧. આવયૂ.૧.પૃ.૩૦૦. ૧૪. આણંદ આણંદમૂડ ઉપર વસતો દેવ.'
૧. જળૂ. ૮૬. ૧૫. આણંદ રાત-દિનના ત્રીસ મુહુરમાંનું એક.'
૧. જખૂ. ૧૫૨, સૂર્ય,૪૭, સમ.૩૦. ૧૬. આણંદ તિર્થીયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પ.પૂ.૧૫ર. ૧૭. આણંદ બે હજાર બૌદ્ધ સાધુઓને માંસ, ગોળ અને દાડમની ભિક્ષા આપનારી વ્યક્તિ .'
૧. સૂત્રચૂ.પૂ.૪૨૯. આણંદમૂડ (આનન્દફૂટ) ગંધમાયણ પર્વતનું સાતમું શિખર. તે લોહિયખ(૨)ની ઉત્તરે આવેલું છે. આ શિખરનો અધિષ્ઠાતા દેવ આણંદ(૪) છે. આ અને આણંદણકૂડ એક જ છે.
૧. જબૂ. ૮૬, સ્થા.૫૯૦. આણંદણ (આનન્દન) તિર્થીયર ઉસહ(૧)ના એકસો પુત્રોમાંનો એક પુત્ર. આ અને આણંદ (૧૬) એક લાગે છે.
૧. કલ્પધ. પૃ.૧૫૨. આણંદણકૂડ (આનન્દનકૂટ) જુઓ આણંદમૂડ.
૧. સ્થા. ૫૯૦. આણંદપુર (આનન્દપુર) એક નગર અને વેપારી સાર્થવાહો દ્વારા જ્યાં માલ લવાતો તથા લઈ જવાતો હોય તેવું સ્થળમાર્ગ ઉપરનું વેપારનું કેન્દ્ર. તેનો દુર્ગ ઇટોનો બનેલો હતો. સાધુઓ અહીં આવતા અને મુકામ કરતા.“ધ્રુવસેન રાજાના પુત્રના મરણના દુઃખદ પ્રસંગે ધ્રુવસેન રાજાને સાંત્વન આપવા માટે રાજસભામાં જાહેરમાં પોસવણાકપ્પનું પઠન કરવામાં આવ્યું હતું. જિતારિ(૧) રાજા પણ અહીં રાજ કરતા હતા. શરદઋતુમાં આણંદપુરના નગરજનો સંખડિ(ઉજાણી) માણતા. તે પુષ્પશણગાર બનાવવા માટે પ્રખ્યાત હતું. યક્ષો અને સિદ્ધોનાં આયતનોથી તે ભરપૂર હતું. બળાત્કારના કિસ્સાઓમાં આ નગરને શિક્ષાનું વિશિષ્ટ ધોરણ હતું. ૧૧ આ નગરના એક બ્રાહ્મણને પોતાની પુત્રવધૂ સાથે આડો સંબંધ હતો. કેટલાક જનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org