Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અભીતિ સિંધુસોવીર દેશમાં આવેલા વીતિભય નગરના રાજા ઉદાયણ(૧) અને તેની રાણી પભાવતી(૩)નો પુત્ર. સંસારનો ત્યાગ કરતી વખતે ઉદાયણે રાજગાદી પોતાના પુત્રને ન સોંપતાં પોતાની બહેનના દીકરા કેસિ(૨)ને સોંપી. પોતાના પિતાના પોતાને પ્રતિકૂળ કાર્ય અને નિર્ણયથી અભીતિ દુઃખી થઈને ચંપા જતો રહ્યો અને રાજા કુણિએ સાથે રહ્યો.'
૧. ભગ.૪૯૧-૯૨, સ્થાઅ.પૃ.૪૩૧. અભીયિ (અભીતિ) આ અને અભીતિ તથા અભિઈ એક છે. ૧. ભગ.૪૯૨.
૨. સૂર્ય.૬૨,૯૩. અભીયિકુમાર (અભીતિકુમાર) આ અને અભીતિ એક જ છે.'
૧.ભગ.૪૯૧. ૧. અમમ રાત-દિનનાં ત્રીસ મુહુરમાંનું એક "સમવાયમાં તેનો આવત(૫) નામે નિર્દેશ છે. ૧. જમ્બુ ૧૫૨, સૂર્ય.૪૭.
૨. સમ.૩૦. ૨. અમમ ભરહ(૨)માં ભાવી ઉસ્સપ્પિણીમાં થનારા બારમા ભાવી તિર્થંકર. વાસદેવ(૨) કણહ(૧)નો આત્મા જે અત્યારે નરકમાં છે તે જ ભારતમાં સયદુવાર નગરમાં આ અમમ તરીકે જન્મ લેશે. સમવાય અનુસાર તે બારમા નહિ પણ તેરમા ભાવી તિર્થંકર છે.
૧. અન્ત.૯, સ્થા.૬૯૨, સ્થાઅ.પૃ.૪૩૪, તીર્થો.૧૧૧૩. ૨. સમ.૧૫૯. અમયઘોસ (અમૃતઘોષ) કાઈદી નગરીનો રાજા. તેણે સંસારત્યાગ કર્યો. ચંડવેગે તેને ત્રાસ આપી મારી નાખ્યો. તે મોક્ષ પામ્યો.'
૧. સંસ્તા.૭૬-૭૮. અમરકંકા આ અને અવરકંકા(૧) એક જ છે.
૧. જ્ઞાતા. ૧૨૪ અમરવઈ (અમરપતિ) જ્ઞાતૃવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી તિર્થંકર મલ્લિ(૧)નો શિષ્ય બન્યો હતો.
૧. જ્ઞાતા.૭૭. અમરણ (અમરસેન) જ્ઞાતૃવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી અમરવઈની જેમ જ તિર્થંકર મલ્લિ(૧)નો શિષ્ય બન્યો હતો.'
૧. જ્ઞાતા.૭૭. અમલ ઉસહ(૧)ના સો પુત્રોમાંનો એક પુત્ર.'
૧. કલ્પવિ.પૃ. ૨૩૬, કલ્પધ.પૃ.૧૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org