Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૯ આગમ આયારમાં આવતા આગમ શબ્દને સમજાવતાં તેના ટીકાકારે તેને કેવલજ્ઞાનીના ઉપદેશ તરીકે સમજાવ્યો છે. બીજા ગ્રન્થોમાં પણ તેનો તે જ અર્થમાં પ્રયોગ થયો છે. ભગવતીમાં વ્યવહારની વ્યાખ્યા કરતી વખતે આગમનો સુયથી ભેદ કર્યો છે. તેના ટીકાકાર અનુસાર આગમ એટલે કે કેવલીનું તેમ જ મન:પર્યાયજ્ઞાનીનું, અવધિજ્ઞાનીનું તથા ચતુર્દશપૂર્વધર, દશપૂર્વધર કે નવપૂર્વધરનું જ્ઞાન જ્યારે સુય(શ્રુત) એટલે આચારપ્રકલ્પ, વગેરે અર્થાત્ બાકીના શાસ્ત્રો' (આગમમાં સમાવેશ પામતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રો.) આગમને ચારમાંનું એક પ્રમાણ કહેવામાં આવ્યું છે, બાકીનાં ત્રણ પ્રમાણો છે– પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન.* આગમ ત્રણ પ્રકારનું છે– (૧) આત્માગમ એટલે આત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાન અર્થાત્ તિર્થંકરનું જ્ઞાન, (૨) અનન્તરાગમ એટલે કે તિર્થંકર પાસેથી સાક્ષાત્ પ્રાપ્ત કરેલું આગમ અર્થાત્ ગણહરનું જ્ઞાન અને(૩) પરંપરાગમ એટલે કે પરંપરા દ્વારા પ્રાપ્ત આગમ અર્થાત્ ગણતરીના શિષ્યોનું જ્ઞાન. આગમનું અનેક રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક રીતે આગમના ત્રણ વિભાગ કરવામાં આવ્યા–સુરાગમ(સૂત્રાગમ), અત્યાગમ(અર્થાગમ) અને ઉભયાગમ.બીજી રીતે આગમના બે વિભાગો કરવામાં આવ્યા– લૌકિક અને લોકોત્તર. જેનો ઉપદેશ મિથ્યાદર્શી પુરુષોએ આપ્યો છે તે લૌકિક, જેમ કે ભારહ(૨), રામાયણ વગેરે. જેનો ઉપદેશ કેવલજ્ઞાની અરિહંતે આપ્યો છે તે લોકોત્તર જે દુવાલસંગ ગણિપિડગ અને ચૌદ પુલ્વથી ઘટિત છે.' વિશાળ અર્થમાં આગમથી બધા જ પવિત્ર શાસ્ત્રોનો સમગ્ર રાશિ સમજવામાં આવે છે. આગમ નિત્ય કહેવાયું છે. આગમ માટે વપરાતાં અન્ય નામો છે– સુય, સુત્ત(૧) વગેરે.૧૪ જુઓ સુય, સુત્ત અને પવયણ. ૧.આચા.૧.૧૮,૧૯૩ (નિયિદ્દેિ ૬િ, ભગ.૧૯૩, સ્થા.૩૩૮,અનુ.
વીર મા સયા છે). | ૧૪૭, નિશીયૂ.૧.પૃ.૪, વિશેષા. ૨. આચાશી પૃ. ૨૨૯, ૨૫૪,
૨૧૭૮, ૨૮૫૪,આવ. ૧,પૃ.૨૮, ૩. વ્યવભા.૧૦.૩૩૪,આવચૂ.૧. | ૭. ભગ.૧૯૩, અનુ.૧૪૭, ઉત્તરાર્. પૃ.૨૮, દશહ. પૃ. ૧૩૯, અનુ. | પૃ.૧૧,આવયૂ.૧. પૃ.૮૩, નિશીયૂ. પૃ.૩૮, અનુહ. પૃ. ૨૨.
૧.પૃ.૪., અનુહ. પૃ.૧૦૨, અનુe. ૪. ભગ.૩૪૦, જીતભા.૮, ૬૭૮, પૃ. ૨૧૯, ભગઇ. પૃ. ૨૨૩. વિભા. ૧૦, ૫૩, ૨૦૦, ૭૦૧, |૮. અનુ. ૧૪૭, ભગ. ૧૨૩. ૭૦૫, ગચ્છાવા.પૃ. ૫ (પંવિદ ૮, અનુ. ૧૪૭, ઉત્તરાયૂ. પૃ. ૧૧. વિવારે પum, i નહીં માને સુi | ૧૦. અનુ. ૧૪૭, અનુહે.પૃ.૨૧૯, અનુ. ૩પ ધાર નીu –ભગ ૩૪૦.). પૃ. ૧૦૨, પ્રજ્ઞાહ, પૃ.૧. ૫. ભગઇ. પૃ. ૩૮૪.
૧૧. આવયૂ.૧.પૃ.૫૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org