Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૯
છે. જ્યારે પહેલવહેલી વાર તે પોતાની માતા સાથે રાયગિહ ગયો ત્યારે તેણે પોતાની તર્કશક્તિને દેખાડી. સેણિઅ તેની મૌલિક બુદ્ધિ અને તર્કશક્તિથી એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે તેને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. તેની મૌલિક બુદ્ધિનાં (ઔત્પત્તિકબુદ્ધિનાં) ઉદાહરણો નીચે પ્રમાણે છે—
‘એક વાર રાજાની વીંટી પાણી વિનાના ખાલી કૂવામાં પડી ગઈ. ઢંઢેરો પીટવામાં આવ્યો કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના કૂવામાંથી પોતાના હાથ વડે વીંટી કાઢી આપશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. અભઅ સિવાય આ કામ કોઈ કરી શક્યું નહિ. તેણે તાજું ગાયનું છાણ વીંટી ઉપર નાખ્યું. બેત્રણ દિવસ પછી જ્યારે છાણ સાવ સૂકાઈ ગયું ત્યારે કૂવાને પાણીથી ભરી દેવામાં આવ્યો. પરિણામે પોતાની અંદર વીટીં ધરાવતું છાણું પાણીની સપાટી ઉપર આવ્યું. અભએ પોતાના હાથ વડે તે લઈ લીધું અને તેમાંથી વીંટી કાઢી રાજાને આપી.’૫
અભઅ બધાં શાસ્ત્રોમાં અને રાજનીતિમાં નિપુણ હતો. તે રાજાની ફરજો ઉપર પણ ધ્યાન આપતો.* સેણિઅ રાજાની બહેન સેણા(૩)ની પુત્રીને પરણ્યો હતો. તેણે એક વિદ્યાધરને મદદ કરી હતી અને તેના બદલામાં વિદ્યાધર પાસેથી તેને કેટલીક વિદ્યાઓ શીખવા મળી હતી. તેણે દેવને પ્રાર્થનાપૂર્વક આવાહન કર્યું અને ઓરમાન માતા ધારિણી(૧)નો દોહદ પૂરો કર્યો. વેસાલીમાંથી ચેલ્લણાને ભગાડી જવામાં પોતાના પિતા સેણિઅને તેણે મદદ કરી હતી.॰ ચેલ્લણાનો દોહદ પણ તેણે બુદ્ધિચાતુરીથી પૂરો કર્યો.૧૧ અદ્દઅ(૨) સાથે મિત્રતા વધારવા તેણે તિત્થયર ઉસહ(૧)ની પ્રતિમા ભેટ મોકલી.૧૨ સુલસ તેનો મિત્ર હતો.૧૩ અભએ પોતાની પારિણામિકિબુદ્ધિના બળે રાજા પજ્જોયને ભુલાવામાં નાખ્યો અને તેને રાયગિહમાંથી પીછેહઠ કરવા ફરજ પાડી.૪ ગણિકાની મદદથી અભઅને ગિરફતાર કરીને ૫જ્જોયે તેનો બદલો લીધો. તેને ઉજ્જૈણી લઈ જવામાં આવ્યો. પરંતુ તેના બુદ્ધિબળ અને કિંમતી સૂચનોના કારણે પાયે તેને તરત જ મુક્ત કરી દીધો અને તે બન્ને મિત્ર બની ગયા. પોય અભઅથી ખૂબ પ્રસન્ન હતા કારણ કે અભએ પોયને ખાતરી કરાવી આપી કે લોહજંઘ જે મોદક લાવ્યો છે તેમાં ઝેર છે, તેણે ગાંડા હાથી ણગિરિને વશ કરવાનો ઉપાય સૂચવ્યો, તેણે વિનાશક આગને ઓલવી નાખવાની યોજના બતાવી અને છેલ્લે દેવે કરેલા ઉપદ્રવને નિષ્ફળ બનાવવાનો ઉપાય સૂચવ્યો. અભઅ ગિરફતારીમાંથી મુક્ત થયા પછી શાંત બેસી ન રહ્યો. ધોળા દિવસે પોયનું અપહરણ કરવાની યોજના તેણે પુનઃ વિચારી. તે
Jain Education International
૧૬
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org