Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂર્વભવમાં કાકંદી નગરીનો ગૃહસ્થ હતો. ત્યારે પણ તેનું નામ આ જ હતું.'
૧. નિર. ૩.૧૦. ૨. અણાઢિય જંબૂદીવનો અધિષ્ઠાતા દેવ.' તે જંબુસુદંસણા વૃક્ષમાં વાસ કરે છે. ૧. જીવા.૧૫૨,૧૭૩.
૨. સ્થા.૭૬૪, ઉત્તરાશા.પૃ.૩૫૨. ૩. અણાઢિય પુફિયાનું દસમું અધ્યયન.'
૧. નિર. ૩.૧. અણાઢિયા (અનાદતા) અણાઢિય(૨)ની રાજધાની. તે મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલી છે.
૧. જબૂ. ૯૦, જીવા. ૧૫૨. ૧. અણાદિદ્ધિ (અનાદષ્ટિ) અંતગડદસાના ત્રીજા વર્ગનું તેરમું અધ્યયન.'
૧. અત્ત.૪. ૨. અણાદિક્ટ્રિ બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે તિર્થીયર અરિટ્ટનેમિનો શિષ્ય બન્યો અને સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.'
૧. અન્ત.૭. અણાધિક્ટિ (અનાદષ્ટિ) આ અને અણાદિ(િ૨) એક જ છે.'
૧. અન્ત. ૭. અણારિય(અનાર્ય) આર્યનું અને અન્-આર્યનું એ બે મનુષ્યજાતિઓમાંની એક.' અણારિયા એ અનાર્ય લોકો છે. તેમને મિલિખુ પણ કહેવામાં આવે છે. ક્રૂર સ્વભાવવાળા, પાપી વૃત્તિવાળા અને હિંસક વર્તણૂકવાળા તરીકે તેમનો ઉલ્લેખ છે. તેઓ મિથ્યાષ્ટિ, અસંસ્કારી અને આરિય(આર્ય) ભાષાઓ ન જાણનારા છે. મિલિફખુ લોકોના ઘરોમાં પ્રવેશવાનો શ્રમણોને નિષેધ છે. દીક્ષા લેવામાંથી તેમને રોકવામાં આવે છે, તેમને દીક્ષા લેવાનો પ્રતિબંધ છે. અક્ષારિય દેશોની નીચે યાદી આપવામાં આવી છે, જેમાંથી ઘણા અણારિય દેશોની કન્યાઓને રાજાઓના અન્ત પુરોમાં લાવી દાસીઓ તરીકે રાખવામાં આવતી : અંગલોઅ, અંદ -- અંધ, અંબડ(૧), અકબાગ, અજઝલ – જલ્લ, અણક્ક, અરોસ – હારોસ, અલસંડ, આભાસિઅ, આરબ – આલવ, ઇસિણ – ઈસિગિણ – ઈસણ – ઈસિગણ, ઉટ્ટ - ઉડૂડ– ઉદ—ઉદુ, કણવીર, કાય(૨) – ગાય, કાલમુહ, કિરાય - ચિલાય(૧), કુલમુખ, કુહણ, કેકય – કક્કેય, કોંકણ, કોંચ, કોંબોય, ખરમુખ, ખસ, ખાસિય, ગંધહાર – ગંધાહાર, ગયણ, ગયમુહ, ગાય – કાય(૨), ગોંડ – ગોડ ગોણ, ગોધ, ચંચય – ગુંચય – બંધુય, ચિલાય(૧) – કિરાય, ચિલ્લલ – બિલ્લલ, ચણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org