Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩ રાખવામાં આવ્યું. વખત જતાં મણિપ્પભ કોસંબીના રાજા થયા અને અવંતિસણ ઉજેણીના રાજા થયા. રાજા બન્યા પછી કેટલોક કાળ વીત્યે અવંતિસેણે મણિપ્પભ ઉપર લશ્કરી આક્રમણ કર્યું, અને બન્ને વચ્ચે યુદ્ધ થયું. તે વખતે તે બન્નેની માતા સાધ્વી ધારિણીએ તેમની આગળ સત્ય પ્રગટ કર્યું કે તે બન્ને સગા ભાઈઓ છે. પરિણામે તે બન્નેએ યુદ્ધ બંધ કરી સુલેહ કરી લીધી.
૧. આવચૂ.૨.પૃ.૧૮૯-૯૦, આવહ. પૃ. ૬૯૯. ૩. અજિયસેણ વસંતપુર(૩)નો રાજા. ગુણચન્દ્ર અને બાલચન્દ્ર તેના સેવકો હતા. એકવાર રાતે રાજા સાથે બહાર ગયા હતા ત્યારે રસ્તામાં તેમની તલવારો ખોવાઈ ગઈ. તેમણે પૂરેપૂરી શોધ કરી પરંતુ તલવારોનો પત્તો લાગ્યો નહિ. આ પરિસ્થિતિમાં, ગુણચન્દ્ર તલવાર ઉપરના પોતાના માલિકીહક્ક ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી. બાલચન્દ્ર તો પ્રશ્ન યા સમસ્યા એમની એમ રહેવા દીધી. થોડાક દિવસો પછી તલવારો પાછી મળી અને રાજા સમક્ષ રજૂ કરવામાં આવી. રાજાએ બન્ને સેવકોને બોલાવ્યા અને તેમને પોતપોતાની તલવાર પાછી લઈ લેવા જણાવ્યું. બાલચન્દ્ર તો પોતાની તલવાર લઈ લીધી જ્યારે ગુણચન્દ્ર તેને પાછી સ્વીકારવા પોતાની અશક્તિ જાહેર કરી. તેણે રાજાને કહ્યું, “તલવારના ઉપયોગના પરિણામે જન્મતા પાપથી છૂટકારો મેળવવા માટે મેં તેને પાછી પ્રાપ્ત કરવાના મારા હક્કને ત્યજી દીધા છે. આ તલવારની માલિકી હવે મારી નથી.” આ સાંભળી રાજા પ્રસન્ન થયા. - ૧. પ્રજ્ઞામ.પૃ.૪૪૧, પ્રશાહ, પૃ. ૧૨૭. ૪. અંજિયસેણ જંબૂદીવના એરવ (૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસટિપ્પણીમાં થયેલા ચોવીસ તિર્થંકરોમાંના નવમા તિર્થંકર.' અજિયસેણના બદલે સયાઉ(૩)નો પણ ઉલ્લેખ છે. ૧. સ. ૧૫૯
૨. તીર્થો.૩૨૨, સમઅ. પૃ. ૧૫૯. ૫. અજિયસેણ જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રમાં અતીત ઓસપ્પિણીમાં થયેલા ત્રીજા કુલગર. અમિતભેણ તેમનું બીજું નામ જણાય છે. સ્પષ્ટતા માટે કુલગર જુઓ. ૧. સ.૧૫૭.
૨. સ્થા. ૭૬૭. અજિયા(અજિતા) જુઓ અજિઆ(૨).
૧. સ. ૧૫૭, તીર્થો. ૪૫૭. અજ્જ (આઈ) શ્રમણશાખાઓનાં અને ગુરુઓ-આચાર્યોનાં નામની પહેલાં જોડવામાં આવતો વિશેષણરૂપ શબ્દ. આવાં કેટલાંક નામો નીચે જણાવેલાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org