________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ સંકલના જ્ઞાન વગરનું ચારિત્ર નિસાર છે અને ચારિત્રરહિત, તત્ત્વને સ્પર્શનારું જ્ઞાન પણ અંશથી કલ્યાણનું કારણ છે તેમ બતાવેલ છે માટે જ્ઞાનમાં આળસ કરવો ઉચિત નથી તે બતાવવા અર્થે અનેક પ્રકારના પ્રયત્નો ઢાળ-૧૫માં કરેલ છે. વળી, ચારિત્રની પ્રાપ્તિ પછી પણ જે જ્ઞાનની વૃદ્ધિ “પુરૂરવરદિ... સૂત્રમાં ‘મુત્તરંવદ્ગો' દ્વારા કહેલ છે તે દ્રવ્યાનુયોગના સૂક્ષ્મબોધથી જ થાય છે અને તે સૂક્ષ્મબોધ જ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિનું કારણ બને છે તેની સ્પષ્ટતા ઢાળ-૧૫થી થાય છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં લખ્યો છે તેથી કોઈ વિચારકને પ્રશ્ન થાય કે સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથ કેમ લખ્યો છે ? તેથી તેની સ્પષ્ટતા શાસ્ત્રવચન અને યુક્તિથી ઢાળ-૧૬માં કરેલ છે.
વળી, પ્રાકૃત ભાષા તે તે કાળમાં જુદા જુદા પ્રકારની હતી તેથી જે કાળમાં જે લોકભોગ્ય ભાષા હોય તે જ પ્રાકૃત ભાષા કહેવાય એ નિયમાનુસાર સરળ ગુજરાતી ભાષામાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ રચેલ છે તેને જ બતાવવા અર્થે ઢાળ-૧૯માં સંસ્કૃત ભાષાને છોડીને પ્રાકૃત ભાષામાં કરાયેલી વાણી સમ્યગ્દષ્ટિ જીવને સાકર જેવી લાગે છે તેમ કહેલ છે. વળી, પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ ભગવાનની જે વાણી નિબદ્ધ કરી છે તે કઈ રીતે ભગવાનની સાથે સમાપત્તિ દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિનું કારણ છે ? તેની સ્પષ્ટતા કરેલ છે.
વળી, ઢાળ-૧૭માં ગ્રંથકારશ્રીએ પૂ.આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.થી માંડીને પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરેલ છે અને તેઓના ઉપકારોને યાદ કર્યા છે. વળી, અંતે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની વાણી કઈ રીતે સંસારસાગરને તરવાનું એક કારણ છે ? તેની સ્પષ્ટતા કરેલ છે.
‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગ્રંથનું વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય, તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૫, તા. ૧૬-૧-૨૦૧૩, બુધવાર, ૩૦૨, વિમલવિહાર, સરસવતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩ર૪૪૭૦૧૪