________________
પુત્ર-જન્મ અડતાલીસ વર્ષની ઉંમરના તવંગર વેપારી મિ. ડોમ્બીની સામે, અડતાલીસ મિનિટ પહેલાં જન્મેલે તેમનો પુત્ર, છાબડી જેવી પથારીમાં વીંટીને જોવા માટે મૂકયો હતો.
લાંબા વખતથી એ ઘટનાની રાહ જોવાતી હતી; અને ડાબી પિતાના ઘડિયાળની વજનદાર સાંકળ ઉછાળતો પુત્ર તરફ જોઈ રહ્યો. અલબત્ત, સામાન્ય માણસોની જેમ પોતાના અંતરની લાગણીઓ તેને જેવા અસામાન્ય માણસ વ્યક્ત કરી શકે નહીં.
છતાં પોતાની મહોરદાર તરફ થોડી વારે ફરીને તેણે કહ્યું, “હવે, ફરી વાર આપણું પેઢી યથાર્થપણે “ડોમ્બી એન્ડ સન” બનશે, મિસિસ ડોમ્બી, ડિયર.”
આ “ડિયર” શબ્દ પતિને મુખેથી આનંદના અતિરેકમાં નીકળી પડે જોઈને મિસિસ ડોમ્બીના મોં ઉપર થઈને કંઈક નવાઈની આભા પસાર થઈ ગઈ. મિડેામ્બીથી પણ એ વાત છાની ન રહી; એટલે બતાવેલી નિર્બળતા જાણે સુધારી લેવા માટે તેમણે ઉમેર્યું –
એનું નામ, મિસિસ ડોબી, પલ જ રાખવામાં આવશે; અર્થાત તેના પિતાનું તથા દાદાનું જ નામ!”
મિસિસ ડોમ્બીએ હોઠ હલાવીને, અલબત્ત,” એવું કહ્યું ખરું; પણ અતિશય નિર્બળતાને કારણે એને અવાજ હોઠ બહાર નીકળી શક્ય નહિ.
મિ. ડોમ્બીએ હવે કાઈને ખાસ સંબોધ્યા વિના જ ફરીથી ભારપૂર્વક પેઢીનું પૂરું નામ ઉચ્ચાર્યું : “ડેખી એન્ડ સન! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org