________________
પૈસા કરતાં નયન-વિહોણી દશા વધુ વસમી લાગે છે.
જીવનમાં પાંચ ઇંદ્રિયોની પટુતા મળવી દુર્લભ છે; એ સાથે આર્ય દેશે જન્મ મેળવવો એ પણ એટલું જ દુર્લભ છે.
આર્ય સંસ્કૃતિમાં ઊછરેલો માણસ જ્યાં લોહીનો છાંટો જોશે ત્યાં જ એ હૃદય દ્રવી ઊઠશે. કારણ ? આર્યાવર્તની સંસ્કૃતિ અનુકંપામય છે, અને તે એ વાતાવરણમાં ઊછર્યો છે. પણ આ સંસ્કૃતિની ભાવનાનો જેને ખ્યાલ નથી તે જ પશ્ચિમની સંસ્કૃતિ પાછળ મુગ્ધ થઈ ફરે છે. બાકી તો આર્ય ભાવનાવાળો કહેશે કે અનાર્ય સંસ્કૃતિમાં ધનવાન થઈને જીવવું એના કરતાં આર્ય ભૂમિમાં સમ્યગ્ દૃષ્ટિ નિર્ધન જન્મવું વધુ સારું છે.
આવો આય દેશનો માનવી કદાચ પોતાને નાસ્તિક કહેવડાવતો હશે, છતાં વખત આવ્યે એના મોંમાંથી પ્રભુનું નામ નીકળે છે; જૂના સંસ્કાર જાગે છે.
એટલે આવો સુંદર આર્ય દેશ, એમાં ઉત્તમ કુળ અને વળી પંચેન્દ્રિયની પટુતા મળે તો જીવનની સાર્થકતાનું એ પ્રથમ પગથિયું ગણવું જોઈએ.
એક ન્યાયાધીશને ત્યાં ગોરું અને પુષ્પસમ બાળક જન્મે. જોવા આવનારા લોકો એનું મુખ જોઈ ખુશ થતા, પણ ઉપરથી સુંદર લાગતું એ બાળક, એનાં નીચલાં અંગોમાં તદ્દન અપંગ હતું. એની આવી વિકલતાથી એનું જીવન નિરર્થક અને યાતનામય બની ગયું હતું. આ દૃષ્ટિએ પંચેન્દ્રિયની સુંદરતા અત્યંત આવશ્યક ગણવામાં આવી છે. આમ મનુષ્યજન્મ માટે આ સંપૂર્ણ અંગોપાંગ અને પૂર્ણ પાંચ ઇન્દ્રિયો એક શ્રેષ્ઠ મૂડી છે.
પણ મનુષ્યને આ પાંચ ઇન્દ્રિયો સુંદર મળે એટલું જ બસ નથી, એના સદુપયોગ માટેની વિનય-વિવેકની દૃષ્ટિ પણ સાથે સાથે એટલી જ જરૂરી છે.
આટલા માટે જ જ્ઞાની પુરુષોએ આપણને જણાવ્યું છે કે તમને મળેલાં સાધનોનો જેટલો સારો ઉપયોગ કરશો તેટલો તમારો સારો વિકાસ થશે; દુરુપયોગ કરશો તો એટલો તમારો વિનાશ થશે. આમ જીવનમાં વિવેક એ જ સફળતાની સાચી ચાવી છે.
સુંદર જોવું, સાંભળવું, બોલવું, વિચારવું, અને સુકાર્યો કરવાં એ જીવનનો મુખ્ય આશય છે, પણ માણસ જ્યાં સુધી મૃત્યુનું દર્શન નથી કરતો ત્યાં સુધી આ બધાનો પૂરો ખ્યાલ એને નથી આવતો : અને પોતાનું જીવન બેફામ રીતે વિતાવે છે; ન કરવાનાં કામો કરે છે.
આપણે સમજીએ તો આ મૃત્યુ એક એવો દંડ છે કે જે ન નમનારને પણ નમાવે છે. મૃત્યુ ન હોત તો માણસનું જીવન કેવું બેફામ બની જાત !
મૃત્યુના રહસ્યને જે સમજે છે તે તો વિચારી શકે કે આ જીવનમાં
૧૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org