________________
ભક્તિની શીતળતા આવશ્યક છે. આમ બને તો માનવ-જીવન સાય લીલુંછમ રહે.
જ્યાં મનુષ્ય પોતાના જીવનને જ શાન્તિ નથી આપી શકતો, ત્યાં એ વિશ્વને શાન્તિ કેમ આપી શકશે ? આટલા માટે તો માનવીએ પોતાના જીવનની મહત્તા પહેલાં સમજવાની છે.
માનવનું જીવન તો ખૂનીને અને સંતને બેઉને મળેલું હોય છે. પણ એના પ્રકારો ભિન્ન છે. અંગો જુાં છે, ઉપયોગ ન્યારા છે, માનવીના એ જીવનનું દર્શન કરો. તમે તમારે સ્થાને ઊભા રહીને, તમારાથી નીચા છે તેમની તરફ કરુણા અને પ્રેમ વહાવો; અને તમારાથી ઊંચે છે તેમને માટે સન્માન અને ભક્તિ દાખવો. માનવ-જીવનનો આ એક સુંદર અધિકાર છે.
તા. ૨-૭-૧૯૭૦
Jain Education International
૧૨ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org