________________
વધુ પડતાં માનવીએ માનેલાં દુઃખોથી નિચોવાઈ જાય છે, સુકાઈ જાય છે. એટલે બેઉને યોગ્ય સ્થાને રાખી, જીવન જીવવા પ્રયાસ કરો.
મનુષ્યને ખરો આનંદ આપનાર તત્ત્વ એના અંતરમાં, એના આત્મામાં જ રહેલું છે. મહાન ચિંતક ટૉલ્સ્ટૉયે કહેલું છે કે દુ:ખ તો કેરીને પકવી એમાં મીઠો રસ પૂરનાર તાપના જેવું છે, એ તાપથી જ કેરીમાં મીઠાશ પુરાય છે. એ જ પ્રમાણે સુખની મુગ્ધતા સમજવા માટે દુ:ખના અનુભવની આવશ્યકતા છે. કેરીની માફક આપણા જીવનના ખાટા રસને મીઠો કરવા માટે, દુઃખ પરિસહ સહાયક છે, સુખ અને દુઃખ બેઉ જીવનનાં પોષક તત્ત્વો છે. માટે હારો નહિ, થાકી ન જાવ; હિંમતવાન બનો.
માનવીના જીવનમાં સંપત્તિ અને વિપત્તિ બેઉનું સરખું સ્થાન છે. ચોમાસા પછી શિયાળો અને તેની પછી ઉનાળો આવ્યા જ કરે છે. કુદરતનો એ ક્રમ છે. માનવીના જીવનમાં સીધી કટુતા નહિ તો' ખાંડ ચડાવેલી (ફ્યુગરકોટેડ) કટુતા જરૂરી છે. એકલી મીઠાશ તો જીવનને મારી નાખશે. મીઠાશનું ખરું મૂલ્ય સમજવા, કટુતાનો અનુભવ આવશ્યક છે.
કહેવાય છે કે, સુખમાં સોની સાંભરે; દુ:ખમાં સાંભરે રામ. જિંદગીની સંધ્યા જ્યારે આવે છે, જ્યારે વિપત્તિના ઓળા પથરાય છે ત્યારે અનંત શાન્તિના ધામસમા પ્રભુ યાદ આવે છે. આમ વિપત્તિ-દુ:ખ જ પ્રભુનું સ્મરણ કરાવે છે.
દુનિયામાં સુખ કે દુ:ખ કોઈ કાયમનાં બેસી રહેતાં નથી. જીવનરથના ચક્રનો એક ભાગ ઘડીમાં નીચે જઈ ધૂળમાં રગદોળાય છે અને એ પાછો ફરી ઉપર આવે છે, જિંદગીનાં સુખ-દુ:ખ આવાં જ છે. સુખ અને દુઃખ જીવનનાં બે અંગો છે. જે સિક્કાની બેઉ બાજુ સલામત હોય છે, તે જ ચલણી નાણું બને છે. માણસના જીવનમાં સુખ અને દુઃખનું આ સ્થાન છે. બેઉ પરિસ્થિતિમાં માણસે ધીર બનવાનું છે, સમતા કેળવવાની છે, એમાં જ એની મહત્તા છે.
આજે દોલત પાછળ માણસ ગાંડો બન્યો છે. પણ એ જાણતો નથી કે એ દોલત તો માણસના જીવનમાં દો-લત મારે છે. દોલત આવે છે ત્યારે એ માણસને આગળ લાત મારી અકડાઈવાળો બનાવે છે અને માણસ છાતી કાઢી ચાલે છે, પણ દોલત જાય છે ત્યારે બીજી લાત પાછળ વાગે છે અને એને બેવડ વાળી દે છે.
આને માટે વૃક્ષનો દાખલો લ્યો. આવા પ્રખર તાપમાં પણ ઝાડ લીલુંછમ કેમ રહે છે ? કારણ... એનાં મૂળ ધરતીની શીતળતામાં રહેલાં છે. માનવીના જીવનમાં પણ એ જ પ્રમાણે ઉપરથી જીવનની તપશ્ચર્યા અને અંતરના મૂળમાં
ધર્મરત્નનાં અજવાળાં ૨ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org