________________
Jain Education International
+>&
૩. ધર્મનો આરાધક
અપાર એવો જે ભવ-સાગર છે,
એમાં સૌથી દુર્લભ મનુષ્યભવ છે. મનુષ્યભવ મેળવવો અત્યંત મુશ્કેલ છે. આ મનુષ્યભવની સાધના શક્યું, તો જીવનમાં બધું શક્ય. બાળક જન્મે છે ત્યારે એની જન્મોત્રીમાં સૌથી પ્રથમ, એનું આયુષ્ય કેટલું છે તે જોવામાં આવે છે. જો આયુષ્ય હોય તો જ સંસારની કીર્તિ, ધન વગેરેની પ્રાપ્તિનો અર્થ છે.
આપણા આ ભવરૂપી મહાસાગરની ગહનતા, ઊંડાણ એવાં છે કે મોટામાં મોટા તત્ત્વચિંતકો પણ એની પૂરી ગહનતા પામી શકતા નથી.
ધનિકને દરિદ્રીનાં દુ:ખોની કલ્પના આવી શકતી નથી, તેમ અજ્ઞાનીને આ માનવભવની મહત્તા સમજાતી નથી. વસ્તુના દર્શન વગર એનું જ્ઞાન થવું ખૂબ જ મુશ્કેલ છે.
માનવ-જીવનની મહત્તા જ્ઞાની માનવી સમજી શકે છે, પશુઓનું જીવન
ધર્મરત્નનાં અજવાળાં : ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org