________________
રહ્યો છે; ક્ષણભર જીવનની ચિંતા ભૂલવા પ્રયત્ન કરી રહ્યો છે.
પણ આ બધું જીવનને શું સહાયક થવાનું છે ?
આજે માણસને પોતે કોણ છે તેની જ ઓળખાણ રહી નથી, માટે તો એને ધર્મકથાની જરૂર છે. એનાથી માણસને પોતાના આત્માની ઓળખાણ થશે.
આજે માનવી આત્માને સમજતો નથી, એટલે પોતે શું ગુમાવી રહ્યો છે એનું એને ભાન નથી અને દુન્યવી-ક્ષણિક સુખોની પાછળ ઉતાવળી દોટ મૂકી રહ્યો છે.
આજનો માનવી અજ્ઞાન દશામાં રહેલા બાળક જેવો છે. પોતાના પિતા પાસે લાખોની સંપત્તિ છે એ ન જાણનાર નાદાન બાળક, જેમ એના રક્ષક પાસેથી એક રૂપિયો મળતાં સંતોષ માને, એવી કરુણ દશા માનવીની છે. જગતનાં સંસારી સુખો પાછળ એ આત્મિક સંપત્તિ લુંટાવી રહ્યો છે. થોડાંક ભૌતિક સુખોના મોહમાં એ જીવનનું સર્વસ્વ ગુમાવી રહ્યો છે.
માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે, “માનવી ! તું તારી જાતને ઓળખ, તારી સંપત્તિને ઓળખ.” જોતાં અને શોધતાં આવડે તો આત્માનો આ ખજાનો અઢળક છે, અમૂલો છે. રાગ-દ્વેષ અને જગતની જંજાળથી જે મુક્ત હોય છે, તેને જ આવું આત્મિક-સાચું સુખ મળે છે. આ રીતે જોતાં, વિષય-કષાયમુક્ત સાધુને જે સુખ હોય છે તે ચક્રવર્તી રાજાને પણ નથી હોતું. આત્માની સ્વભાવ-દશામાં જે સુખ છે એનો અંશ પણ દુન્યવી સુખમાં નથી એ આપણે સમજી લેવું જોઈએ.
ભૌતિક સુખના આ વંટોળિયામાંથી સાધુ મુક્ત હોય છે, તેથી જ તે સાચો સુખી બની શકે છે. માણસ જ્યારે એના જીવનમાં પ્રવેશેલા રાગના કીડામાંથી મુક્ત બને છે, લોક-વ્યવહારમાંથી અલિપ્ત બને છે, ત્યારે એને આત્મા અને પરમાત્માના મિલનના આનંદની ઝાંખી થાય છે અને ખરી શાન્તિની અનુભૂતિ થાય છે.
પ્રભુના સ્મરણમાં જ્યારે માનવી પોતાના ચિત્તનો લય કરી શકે છે ત્યારે જ એને નૈસર્ગિક સુખનો આનંદ મળે છે : બાકી તો આજે જેને લોકો સુખ કહીને લેવા દોડે છે એ સુખ નથી, પણ સુખનો આભાસ માત્ર છે.
જગતના કોઈ સુખમાં જે આનંદ નથી, એ ધર્મ-કથામાં રહેલો છે. ધર્મકથાથી આત્માનું કાંચન અને એનો પ્રકાશ બહાર આવે છે. જીવનમાં કદીયે થાક ન લાગે એવું અમૂલું તત્ત્વ આ ધર્મ-કથામાં રહેલું છે.
આત્માની વાતો એટલે સ્વ-રસની વાતો. એનો આનંદ અલૌકિક છે. ચંદન જેમ જેમ ઘસાતું જાય છે, તેમ તેમ એમાંથી વધુ ને વધુ સુગંધ પ્રગટે છે; તેમ માણસ આવી ધર્મકથામાં-આત્મકથામાં લીન બને છે તેમ એના જીવનમાં નવી
ધર્મરત્નનાં અજવાળાં * ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org