________________
લાખેણા અભિનંદન
શાનપિપાસુ પૂ. નીતાબાઈ
સંયમ જીવમાં વિચરતાં ૧૯-૧૯ વર્ષના સળંગ વર્ષીતપ, ૫૦૦ આયંબીલ ધર્મચક્રમાસખમાણ આદિ અનેકવિધ નાની મોટી તપસ્યાઓ સાથે સદાય જ્ઞાન વૃદ્ધિમાં ઓતપ્રોત બની રહી... આપે ધર્મજ્ઞાનનો એક “પ્રકાશપુંજ” રેલાવ્યો છે.
આપે શ્રમણી વિદ્યાપીઠ (મુંબઈ)ની પાંચ પરીક્ષાનું ઊંડાણપૂર્વક અધ્યયન કરી “વિદ્યાભાસ્કર” જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. પાર્થડી બોર્ડ (લાડનુ)ના ૧૦ ખંડના અભ્યાસ પરત્વે અથાગ પુરુષાર્થ આદરી “જૈન સિદ્ધાંત આચાર્ય”ની ડીગ્રી હાંસલ કરી. હિન્દીની પરીક્ષાઓ દ્વારા “રત્ન” એવમ્ સાહિત્ય રત્ન” કક્ષાનું સ્થાન મેળવ્યું છે.
તદુપરાંત બી. એ., એમ. એ. સહીત પીએચ.ડી.ના લક્ષ્યાંકને મોટી પક્ષ સ્થા. જૈન સંપ્રદાયનું ગૌરવ વધારી સંપ્રદાયનું નામ રોશન કર્યું છે. જ્ઞાનપિપાસાના અથાગ પ્રયાસ દ્વારા આપે ૨૨-૨૨ આગમો કંઠસ્થ કરી જ્ઞાન વૃદ્ધિનાં સોપાનો સર કર્યા છે. એટુલું જ નહીં આગમતત્ત્વજ્ઞાન આદિ જેવા કઠીન વિષયોનાં આપનાં પ્રકાશિત થયેલ આઠેક પુસ્તકો દ્વારા અનેક સાધુ સાધ્વીઓ, આપના જ્ઞાનવિકાસ ની આ યાત્રામાં આપના શિષ્યા જ્ઞાનાભિલાષી પુ. ચાંદનીબાઈને મ. નો સુંદર સહયોગ પણ પ્રશંસનીય છે. સમગ્ર જૈન સંપ્રદાય જ્ઞાનાભૂત પામ્યો છે. આપની જ્ઞાનપિપાસા બેશક અભિનંદનને પાત્ર છે એ જ્ઞાનના સાગરમાં એક વધુ મોરપિચ્છ ઉમેરતાં
યશકલગી” સમાન, અભ્યાસના નિચોડરૂપ આપે પીએચ.ડી.ની પદવી) ઉપાધિ હાંસલ કરતાં આપના જ્ઞાનાભ્યાસને સમગ્ર સંપ્રદાય-શ્રાવક-શ્રાવિકા સમક્ષ પુસ્તક (ગ્રંથ) રૂપે પ્રકાશિત કરવાનો આ સોહામણો અવસર આવ્યો છે... અને... ત્યારે... એ પુસ્તક પ્રકાશનની આ અણમોલ ઘડીએ... આપને લાખ લાખ અભિનંદન સહ અંતરની ઊર્મિઓ સાથે શુભેચ્છા પાઠવું છું. આપના જ્ઞાનની ક્ષિતિજો સીમા સદૈવ વિસ્તરતી રહે અને સમગ્ર જૈન સમાજ એ જ્ઞાનથી અભિભૂત બની રહે... એ જ મંગલકામના... સહ
રમેશ રવિલાલ વોરા, માધાપર સમસ્ત વોરા પરિવારના અભિનંદન