________________
મનુષ્યપણે ભાવિ સમુદ્યાત કોઈના હોય તો કોઈના ન હોય. જેના છે તેના જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ ૪ છે. જેવા નરકના મનુષ્યપણે આહારક સમુદ્દાત કહ્યા છે. એ જ પ્રકારે અસુરકુમારાદિ બધા જીવોમાં અતીત તેમજ ભાવી મનુષ્ય પર્યાયમાં પણ કહેવા જોઈએ. મનુષ્ય પર્યાયમાં પણ અતીત આહારક સમુદ્દાત કોઈના નથી થતા જેના થાય છે તેનાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ ૪ થાય છે. ભાવી આહારક સમુદ્દાત પણ એટલા જ સમજવા જોઈએ. એ રીતે ચોવીસે દંડકોના ચોવીશે દંડકોમાં સંઘટીત કરતાં ૧૦૫૬ આલાપક છે. પરંતુ વિશેષ એ છે કે મનુષ્ય સિવાય અન્ય કોઈ દંડકમાં આહારક સમુદ્ધાતનો સંભવ નથી.
એકેએક નાક પર્યાયમાં અતીત કેવલી સમુદ્યાત નથી હોતા. ભાવી નથી હોતા. એ જ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યાયમાં જાણવું. તેઓ કેવલી સમુદ્રઘાત કરી જ શકતા નથી. અને ભાવી કેવલી સમુદ્ધાતનો અભાવ છે. કેમકે તેમનામાંથી કોઈ પણ પર્યાયમાં કેવલી સમુદ્યાતનું થવું કદાપિ સંભવ નથી. મનુષ્ય પર્યાયમાં કેવલી સમુદ્યાત થાય છે. પરંતુ તેમાં અતીત કેવલી સમુદ્યાત નથી. ભાવી કોઈના ન થાય અને કોઈના થાય છે. જેના થાય છે તેને એક જ થાય છે. એ રીતે મનુષ્ય પર્યાયમાં રહેવા છતાં કોઈ મનુષ્યના અતીત કેવલી સમુદ્યાત થાય છે ને, કોઈના નથી થતા, જેના થાય છે તેનો એક જ થાય છે એ પ્રમાણે ભાવી પણ સમજવું જોઈએ.
એ પ્રકારે કેવલી સમુદ્યાત સંબંધી ચોવીશે દંડકોમાંથી પ્રત્યેકમાં ૨૪ દંડક ઘટિત કરેલા છે તે બધાના મળીને ૧૦૫૬ આલાપક થાય છે. બહત્વની અપેક્ષાએ:
નારકોના નારક પર્યાયમાં રહેવા છતાં વેદના સમુદ્યાત અતીત અનંતા થયા છે. ભાવી અનંતા થશે એ જ પ્રકારે સર્વ જીવોના કહેવા જોઈએ. યાવતુ વૈમાનિકોના વૈિમાનિકપણે એ જ પ્રકારે તૈજસ સમુદ્યાત સુધી જાણવું. વિશેષ એટલે કે ઉપયોગ કરીને જ સમજવું જોઈએ.
એ જ પ્રકારે કષાય સમુદ્દઘાત આદિના પણ પ્રત્યેકના ૧૦૫૬ આલાપક થાય છે.
૩૦૧