________________
જેવી રીતે કોઈ મનુષ્યમાં દેશોનકોટિ વર્નો પર્યત વિભંગશાની રૂપથી રહીને અને કાળધર્મ પામ્યા પછી તે ૭મી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય તે સ્થિતિમાં વિલંગ જ્ઞાનનો સમય દેશોનકોટિ અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ થઈ જાય છે.
પાંચ મતિ જ્ઞાનાદિ જ્ઞાનોનું અને ત્રણ મત્યજ્ઞાન આદિ અજ્ઞાનોનું અંતર જીવાભિગમ સૂત્રમાં બતાવ્યું છે.
આભિનિબોધિક જ્ઞાનનું અંતર જઘન્યથી અ.મુ. છે અને ઉત્કૃષ્ટ દેશોન અપુદ્ગલ પરાવર્તન કાળ રૂપ છે. એ જ રીતે શ્રુતજ્ઞાનીનું, અવધિજ્ઞાનીનું અને મન:પર્યવજ્ઞાનીનું અંતર પણ સમજવું. કેવળજ્ઞાનીનું અંતર હોતું નથી. કેમકે થયેલું જ્ઞાન સદૈવ વિદ્યમાન રહે છે. "
મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાનીનું અંતર જધન્યથી અં.મુનું છે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક સાગરોપમ પ્રમાણનું છે. વિર્ભાગજ્ઞાનીનું અંતર જઘન્ય અ.મુ. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ માફક અનંતકાળનું છે.
જ્ઞાનીઓમાં મન:પર્યવજ્ઞાની બધાથી ઓછા કહેલ છે. કેમકે મન:પર્યવજ્ઞાન સંતજીવોને જ થાય છે. અસંયતોને થતું નથી. તેમનાથી અવધિજ્ઞાની અસંખ્યગણા છે. કારણકે અવધિજ્ઞાન ચારેય ગતિમાં થાય છે. તેમનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે. કેમકે કેટલાય પંચેન્દ્રિય અવધિજ્ઞાની હોતા નથી. જયારે કેટલાય વિક્લેન્દ્રિય જીવો પણ સાસ્વાદાન ગુણસ્થાનવર્તી હોય છે.
- અજ્ઞાનીઓમાં વિર્ભાગજ્ઞાની જીવ બધાથી ઓછા છે. કેમકે વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિયો જ હોય છે. તેનાથી મત્યાજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનંતગણા કહ્યા છે. કેમકે મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન એકેન્દ્રિય જીવોને પણ હોય છે. અને તે જ અપેક્ષાએ પરસ્પરમાં સરખા કહ્યા છે.
જ્ઞાની અને અજ્ઞાની મિશ્રમાં બધાથી ઓછા મન:પર્યવજ્ઞાની છે. અને તેનાથી અવધિજ્ઞાની અસંખ્યગણા છે અને તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાનીથી ' વિશેષાધિક છે. પરંતુ એ બંને પરસ્પરમાં તુલ્ય છે. તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્ય ગણા છે. કેમકે સમ્યગુ દૃષ્ટિની દેવો અને નૈરયિકોની અપેક્ષાએ, મિથ્યાદષ્ટિ અસંખ્યગણા છે.
૩૫૯