________________
વર્ણન કર્યું છે. ખાસ તો નારકી અને દેવોના જન્મને ઉપપાત જન્મ કહેવાય છે. ૧૭માં અવનદ્વારમાં - ચ્યવન શબ્દના વિવિધ અર્થોનું વર્ણન કર્યું છે. કોના મૃત્યુને વન કહેવાય છે. તેનું વર્ણન કર્યું છે. ૧૮મા સ્થિતિદ્વારમાં સ્થિતિ શબ્દના અર્થો બતાવ્યા છે. સ્થિતિ અર્થાત્ આયુષ્ય ૨૪. દંડકમાં દરેક દંડકમાં રહેલા દરેક જીવોની સ્થિતિનું વર્ણન હ્યું છે ૧ભા પર્યાપ્તિ દ્વારમાં - પર્યાપ્તિ શબ્દના અર્થોનું વર્ણન કરી ૬ પ્રકારની પર્યાપ્તિની વ્યાખ્યા કહી છે. ક્યા જીવોને કેટલી પર્યાપ્તિ હોય છે તેનું વર્ણન કરેલ છે. રત્ના આહાર દ્વારમાં આહારની વ્યાખ્યા કરીને આહારના પણ વિભિન્ન પ્રકારો બતાવ્યા છે. કયા જીવોને કેટલાને કયા કયા આહાર હોય છે તેનું વર્ણન છે. મનુષ્ય વર્જીને ર૩ દંડકના જીવો આહારી જ હોય છે. જ્યારે મનુષ્યને આહારી અને અણાહારી બંને કહ્યા છે. ૧૪માં ગુણસ્થાને અણાહારી હોય છે માટે મનુષ્યને અણાહારી પણ બતાવેલ છે. ૨૧મા સંજ્ઞી દ્વારમાં સંજ્ઞી શબ્દના અર્થ કહી-ત્રણ પ્રકારની સંજ્ઞાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. પાંચ સ્થાવર અને ૩ વિક્લેન્દ્રિય એ આઠ દંડકના જીવો અસંશી છે. જયોતિષી અને વૈમાનિક દંડકના જીવો એકાંતે સંજ્ઞી જ હોય છે. અને બાકીના ૧૪ દંડકના જીવો અસંજ્ઞી, સંજ્ઞી અને નો સંજ્ઞી, નો સંજ્ઞી કહ્યા છે. તે ૧૩મા અને ૧૪મા ગુણસ્થાન આશ્રયીને બતાવ્યું છે. ૨૨માં ગતિદ્વારમાં ગતિ શબ્દના અર્થો બતાવીને ગતિના વિભિન્ન અનેક પ્રકારો બતાવ્યા છે. ૨૪ દંડકના જીવો ગતિ કરે છે. ગતિ ૪ છે. તેમાં જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તેને કહી છે. જ્યાં સુધી અષ્ટ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી જીવો ગતિ કર્યા જ કરે છે એવું વર્ણન છે. ૨૩મા આગતિ દ્વારમાં આગતિ શબ્દના અર્થો બતાવીને આગતિની વ્યાખ્યા કરી છે. આગતિ એટલે આવવું ૨૪ દંડકોમાં જીવોની આગતિનું વર્ણન કર્યું છે. ૨મા વેદ દ્વારમાં વેદના જુદા જુદા અર્થો બતાવ્યા છે. આગમ પ્રમાણે વેદના ત્રણ પ્રકારો બતાવ્યા છે. મનુષ્ય વર્જીને ૨૩ દંડકના જીવો સવેદી અને અવેદી હોય છે. ૯મા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યા પછી સમયાંતરે જીવ અવેદી બની જાય છે. તેથી ૯ થી ૧૪ ગુણસ્થાનમાં રહેલા જીવો અવેદી ગણાય છે. ૧ થી ૮ ગુણસ્થાન સુધીના જીવો એકાંતે સવેદી, ૧૦ થી ૧૪ ગુણસ્થાનના જીવો એકાંતે અવેદી અને ૯મા ગુણસ્થાને સવેદી અને અવેદી બંને જીવો ગણાય છે. આમ ૨૪ દંડકના ૨૪ કારોનું ચોથા અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કરવામાં
૫૧૬