________________
આવ્યું છે. વળી આગમોમાં અન્ય ક્રમથી ૨૪ દ્વા૨ોનું વર્ણન કર્યું છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે..
પાંચમા અધ્યાયમાં દંડકોના તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનમાં જૈન દર્શનનો કર્મસિદ્ધાંત એક વિશિષ્ટ સિદ્ધાંત છે તેનું સૂક્ષ્મ વિવેચન કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહ, ગોમ્મટસાર, કર્મગ્રંથ, દંડકાવબોધ, દંડક વિવેચન આદિ ગ્રંથોમાં દંડકોનું તુલનાત્મક અધ્યયન અનેક દ્વારોને આધારે બતાવ્યું છે. અને જૈન, બોધ અને ગીતા કે આચાર દર્શનોંકા તુલનાત્મક ગ્રંથના ૨૪ દંડકમાંથી કષાય દ્વાર, લેશ્મા દ્વાર અને ઇન્દ્રિય દ્વારનું તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનનું વિશદ વર્ણન કરવામાં આવેલ છે. અન્ય દર્શનમાં બૌધ અને ગીતાના દર્શનનું જૈન દર્શન સાથે તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન ઉપર્યુક્ત ત્રણ દ્વારોમાં વર્ણવેલ છે.
છઠ્ઠા ઉપસંહાર અધ્યાયમાં સમગ્ર સંશોધન, અધ્યયનનો સારાંશ, અધ્યયનનું મહત્ત્વ, અધ્યયન દ્વારા પ્રાપ્ત નિષ્કર્ષનું વર્ણન આચારાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, પ્રશ્ન વ્યાકરણસૂત્ર, વિપાક સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, રાયપશેણીય સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, ટીકાઓ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, છ કર્મગ્રંથ, ગોમ્મટસાર, કષાય પાહુડ, લબ્ધિસાર અભિધાન રાજેન્દ્ર કોશ, જૈનેન્દ્રિ સિદ્ધાંત કોશ, લેશ્યા કોશ, દંડક પ્રકરણ આદિ આગમ ગ્રંથો, વ્યાખ્યાગ્રંથો, પ્રકરણ ગ્રંથો, કોષો, દાર્શનિક સાહિત્ય અને પૂર્વે થયેલા સંશોધનોનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રીતે દંડક અધ્યયનનો સાર છે ત્યાગ અને અનાસક્ત જીવન જીવવાની કળાનો વિકાસ, આજ સમગ્ર નૈતિક અને આધ્યાત્મિક જીવનનો સાર છે અને આજ નૈતિક પૂર્ણતાની અવસ્થા અર્થાત્ મોક્ષ પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે.
૫૧૭